For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં ઊથલપાથલ શરૂ

04:52 PM Jul 17, 2024 IST | admin
મહારાષ્ટ્રમાં ઊથલપાથલ શરૂ

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએના નબળા દેખાવ બાદ શાસક પક્ષ ભાજપ શિંદે શિવસેના અને અજિત પવાર એનસીપીમાં શરૂ થયેલો વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને શરદ પવાર જુથ છોડીને અજીત પવાર સાથે સત્તાનો સ્વાદ ાખવા ગયેલા એનસીપીના ધારાસભ્યોને હવે સ્વાદ ખાટો લાગવા માંડયો હોય તેમ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભત્રીજા અજિત પવારના ધારાસભ્યો નેતાઓએ તેનો સાથ છોડી કાકા શરદ પવાર ભણી દોટ મીકી છે. ગઈકાલે અજિત પવાર જુથના ચાર નેતાઓએ રાજીનામા આપી દેતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ નેતાઓ શરદ પવાર પાસે પરત ફરી રહ્યાનું જણાવાય છે.

Advertisement

આગામી દિવસોમાં અજિત પવાર જુથના કેટલાક ધારાસભ્યો અને મોટાગજાના નેતાઓ રદ પવાર જુથમાં પરી જોડાઈ જાય તેવા નિર્દેશો મળે છે. એનસીપી અજિત પવાર જુથના છગન ભુજબળે બે દિવસ પહેલા શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ ગઈકાલે અજિત જુથના નેતાઓએ રાજીનામા આપ્યાનું સુચક મનાય છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અજિત પવારની આગેવાની હેઠળની ગઈઙને લાગેલા આંચકામાં, પાર્ટીના પિંપરી-ચિંચવડ એકમના ચાર ટોચના નેતાઓએ રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયમાં શરદ પવાર જૂથમાં જોડાય તેવી શક્યતા છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં એનસીપીના વિનાશક પ્રદર્શનને પગલે અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલાં આ વિકાસ થયો છે.

ગઈઙના પિંપરી-ચિંચવડ એકમના વડા અજિત ગવાહને, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને અને ભૂતપૂર્વ કોર્પોરેટર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરે અજિત પવારને તેમના રાજીનામા સુપરત કર્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભોસરી વિધાનસભા બેઠક માટે ટિકિટ મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં અજીત ગવાહણેએ રાજીનામું આપ્યું હતું. ભાજપના ધારાસભ્ય મહેશ લાંડગે ભોસરી બેઠક પરથી છેલ્લી બે ટર્મથી ચૂંટાઈ આવ્યા છે.

Advertisement

કેટલાક ધારાસભ્યો પણ શરદ પવાર ભણી, ધારાસભાની ચૂંટણી પહેલાં ધડાકા

Advertisement
Tags :
Advertisement
Advertisement