For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલધડક મહિલા પ્રીમિયર લીગની મેચમાં યુપીનો 1 રનથી વિજય

01:26 PM Mar 09, 2024 IST | Bhumika
દિલધડક મહિલા પ્રીમિયર લીગની મેચમાં યુપીનો 1 રનથી વિજય
  • 4 બોલમાં માત્ર 2 રન કરવાના હોવા છતાં દિલ્હીનો પનો ટૂંકો પડયો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગની 15મી મેચ નબળા હૃદયના લોકો માટે મૃત્યુનું કારણ બની શકે તેમ હતી. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. અંતે યુપી લગભગ હારેલી મેચમાં એક રનથી જીતી ગયું.

Advertisement

જો કે આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ દરેક વખતે યુપીના બોલરોએ બાજી પલટી નાખી. દિલ્હીને જીતવા માટે છેલ્લા ચાર બોલમાં માત્ર બે રન બનાવવાના હતા, પરંતુ તે તેમ કરી શક્યું નહીં અને યુપી એક રનથી જીતી ગયું.

આ મેચમાં યુપી માટે ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટથી તેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને પછી બોલિંગમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો. દીપ્તિ વિમેન્સ પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી બીજી ખેલાડી બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરીને યુપીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એક સમયે દિલ્હીનો સ્કોર એક વિકેટે 69 રન અને ત્રણ વિકેટે 112 રન હતો. એવું લાગતું હતું કે દિલ્હીની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ પહેલા દીપ્તિએ હેટ્રિક લઈને મેચનું પાસું પલટ્યું અને અંતે ગ્રેસ હેરિસે ત્રણ બોલમાં બે રન બચાવીને યુપીને જીત અપાવી.

Advertisement

દિલ્હીની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા. પહેલા બોલ પર સિક્સર ફટકારી અને પછીના બોલ પર બે રન આવ્યા. હવે દિલ્હીને ચાર બોલમાં જીતવા માટે માત્ર બે રન બનાવવાના હતા અને તેની ત્રણ વિકેટ બાકી હતી. એવું લાગતું હતું કે દિલ્હી આ મેચ જીતી ગયું છે, પરંતુ ગ્રેસ હેરિસે કમાલ કરી. દિલ્હીએ આગામી ત્રણ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી અને આખી ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ. આ રીતે યુપી એક રનથી જીતી ગયું.

Advertisement
Tags :
Advertisement
Advertisement