યુપીના સ્ટેટ લેવલના કબડ્ડી ખેલાડીનું હડકવાથી મોત
શ્ર્વાનને ગટરમાંથી બચાવવા જતાં બચુક ભર્યુ હતું
યુપીના બુલંદશહેરમાં રાજ્ય સ્તરના કબડ્ડી ખેલાડીનું શ્વાન કરડવાથી મોત થયું. મૃતકનું નામ બ્રજેશ સોલંકી છે. મૃત્યુ પહેલા બ્રજેશનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પીડાથી કણસતો જોવા મળે છે. વીડિયો જોયા પછી બધા હેરાન થઈ ગયા. આ ઘટના ખુર્જા નગર કોતવાલી વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરાના ગામના રહેવાસી કબડ્ડી ખેલાડી બ્રજેશ સોલંકીને એક મહિના પહેલા એક શ્વાન કરડ્યું હતું.
શ્વાનના કરડ્યા પછી, બ્રજેશને બેદરકારીને કારણે હડકવા વિરોધી ઈન્જેક્શન મળ્યું ન હતું, જેના કારણે તેની હાલત બગડવા લાગી અને તેનામાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારે પરિવાર તેને એક પછી એક ઘણી હોસ્પિટલોમાં લઈ ગયો પરંતુ ડોક્ટરોએ ના પાડી. કબડ્ડી ખેલાડીનું વેદનામાં મૃત્યુ થયું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.