For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભિન્નતામાં એકતા-માનવતાનો સાચો પાઠ

10:58 AM Nov 22, 2025 IST | Bhumika
ભિન્નતામાં એકતા માનવતાનો સાચો પાઠ

દુનિયા કેટલી સુંદર છે. કારણકે તે એકસરખી નથી એ કંઈક અલગ છે. જેમ કે કોઈની ભાષા અલગ, કોઈનો ધર્મ અલગ તો વળી કોઈના વિચારો અલગ, જાતિ અલગ તો કોઈનો વેષ અલગ, પરંતુ આમ ઘણું બધું અલગ હોવા છતાં એકતા પણ એટલી જ છે. આ અલગતામાં જ તો માનવીનું સૌંદર્ય છુપાયેલું છે.

Advertisement

‘એકતા એટલે બધાએ એકસરખું થવું એ નહીં, પરંતુ જુદા હોવા છતાં સાથે જોડાયેલા રહેવું.’
આજના યુગમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા ભલે લોકો સાથે જોડાયેલા છીએ, પરંતુ મનથી ખૂબ અલગ થતાં જઈએ છીએ. કોઈ એક પોસ્ટ, એક ટિપ્પણી, કોઈ રાજકીય વિવાદો કે કોઈ એક જ મતભેદ થાય તો તરત જ લોકો વચ્ચેનું અંતર વધતું જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં સહિષ્ણુતા એ એક એવું હથિયાર છે જે દુશ્મનને પણ મિત્રતામાં ફેરવી નાખે છે. દરેક વ્યક્તિએ બીજાને સમજવાનો ભરપૂર પ્રયાસ કરવો જોઈએ તો જ સમાજમાં અશાંતિની જગ્યા સમાનતા લેશે. બીજાના મત સાથે ભલે સહમત ના પણ હોય છતાં તેમને તેનો મત રાખવાનો પૂરતો અધિકાર છે. આ વાક્ય જ સહિષ્ણુતાનું સાચું તત્વ દર્શાવે છે.

‘જો માનવતા બચાવવી હશે તો સહિષ્ણુતા અપનાવવી જ પડશે’
પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને વિવિધતામાં પણ સન્માન આપતા શીખવવું જોઈએ. દરેક વ્યક્તિની વાત કે કહાની જુદી જ હોવાની, ભાષા હોય કે ધર્મ, બીજાની પરંપરાને સન્માન આપવું જોઈએ. ચર્ચા જરૂૂર કરો, પરંતુ વિવાદ ટાળવા જોઈએ. જો દરેક વ્યક્તિ બીજાની વાત સાંભળવાનું શીખી જાય તો અડધા વિવાદો તો આપોઆપ જ સમાપ્ત થઈ જાય. બાળકોને નાનપણથી જ જો સહિષ્ણુતાના પાઠ ભણાવવામાં આવે તો ભારતનું ભવિષ્ય વાતવાતમાં લડવા કરતાં એકતાનો સહારો જરૂૂર લેશે. આજે બાળક નાનપણથી જ મોબાઈલ કે ટીવીમાં આવતા હિંસાજનક દૃશ્યો જોવાથી પોતે નાની વાતમાં પણ માનસિક બેલેન્સ ગુમાવી બેસે છે, પરિણામે જાહેરમાં પણ મારકૂટ કરતાં અચકાતો નથી. હિંસા કરવી એ એક રમત વાત થતી જાય છે. પોલીસ કે કાયદાનો બિલકુલ ડર ના હોય તેમ છડેચોક હત્યા કરતા જોવા મળે છે.

Advertisement

ઘણાં લોકો સહિષ્ણુતા એટલે ચૂપ રહેવું કે નબળા પડવું એવું માનતા હોય છે. વાસ્તવમાં સહિષ્ણુતા એટલે મજબૂત મન અને ઉદાર હૃદય સાથે બીજાના વિચારોનું કે વિવિધ પરંપરાઓનું સન્માન જાળવવું એ થાય છે. વિશ્વમાં વધતા જતા જાતિ - ધર્મના વિવાદો તેમજ વધતી જતી હિંસા વચ્ચે માનવતાને બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર્ર સંસ્થાએ નક્કી કર્યું કે દર વર્ષે 16 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવવામાં આવે. આ દિવસનો મૂળ હેતુ એ જ છે કે ધાર્મિક અને રાજકીય વિવાદો તેમજ અનેક વિચારધારાઓ વચ્ચે સહઅસ્તિત્વ અને સ્વીકારની ભાવના વધારવી. ઉપરાંત વિશ્વમાં દરેક માનવી વચ્ચે પરસ્પર માન સન્માન, એકબીજાની લાગણીઓનો સ્વીકાર અને શાંતિની ભાવનાનું વાવેતર કરવું.

એકતામાં સૌથી વધુ તાકાત અને શક્તિ રહેલી છે. આજે ભાઈ-ભાઈમાં પણ ભાઈચારો ઘટતો જોવા મળે છે. શિક્ષણ ઉપરાંતનું બાહ્ય જ્ઞાન પણ જો સ્કૂલોનાં પટાંગણમાં જ અપાય તો જ હવે બધું શક્ય છે. ટેક્નોલોજીના સહારે મોટાં થતાં બાળકોને ધીરજ, પ્રેમ, માન સન્માન, આદરભાવ જેવાં નૈતિક મૂલ્યો શીખવવા માટે સ્કૂલ એકમાત્ર સહારો છે. શિક્ષકો ખુદ જો આ જહેમત ઉઠાવે તો ભારતનું ભવિષ્ય એકતાના દોરે આગળ જરૂૂર વધશે.

આપણી ભૂમિ પર જે વિવિધતા છે એ સુંદરતામાં વધારો કરે છે. જો બધું એકસરખું હોત તો માનવતા નીરસ બની જાત વિવિધતા જ માનવ સમાજને રંગીન બનાવે છે. ભારત જેવી ધરતી એ જ સહિષ્ણુતાનું જીવંત ઉદાહરણ છે. આ ઉદાહરણ કાયમી કરવા જ આજના બાળકોને એકતા અને સહિષ્ણુતાના પાઠ ભણાવવા ખૂબ જરૂૂરી છે.
‘માનવતાથી મોટો કોઈ ધર્મ જ નથી તેમજ સમજથી મોટું કોઈ હથિયાર નથી.’

Advertisement
Tags :
Advertisement
Advertisement