For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન આપદામાં RSSનાં સ્વયં સેવકોની અનન્ય સેવા

04:15 PM Aug 01, 2024 IST | Bhumika
વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન આપદામાં rssનાં સ્વયં સેવકોની અનન્ય સેવા
Advertisement

જાનના જોખમે કાદવમાં ખૂંચેલી લાશોને બહાર કાઢી, વાલી-વારસ, વગરની લાશોની અંતિમવિધી પણ કરે છે

કેરલના વાયનાડ જીલ્લામા પડેલા ભારેથી અતીભારે લગભગ 24 કલાકમા 572 મીમી વરસાદન અને સાથે થયેલા ભુસ્ખલનની માટીમા દબાઇ જવાના કારણે 167 મૃતદેહો અત્યાર સુધીમા મળી આવ્યા છે તો સેંકડો ઘાયલ છે.ઉપરાંત જાનમાલ અને ઢોરઢાંખર તો અલગ.સ્થિતીની ગંભીરતા પામી ગયેલી કેન્દ્ર સરકારે એનડીઆરએફ સાથે ભારતીય સેનાની ત્રણેય પાંખના વીરજવાનો પોતાની જાનની પરવાહ કર્યા વગર કાદવમા દટાયેલી લાશોને બહાર કાઢવા , બચી ગયેલાઓને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાના બચાવ અને રાહતની કામગીરીમા લાગ્યા છે.
પોતાના દેશ બાંધવો પર આવી વિપદા પડી હોય ત્યારે જેનો સ્વભાવ અને સંસ્કાર જ પરાષ્ટ્રાય સ્વાહા ,ઇદમ્ ન મમ્ પ છે એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને તેની પ્રેરણાથી ચાલતા સેવા ભારતીના કાર્યકર્તાઓ પણ સેના , એનડીઆરએફ અને લોકલ પ્રશાસન સાથે બચાવ અને રાહત કામગીરીમા દિ.27 જુલાઇથી જ લાગી ગયા છે.કોઇના ઘરમા દોરડા હતા તો બચાવ કાર્યમા ઉપયોગી આવે એટલે એ લઇ આવ્યા , પડી ગયેલા ઝાડ કાપી લાશો બહાર કાઢવાનો માર્ગ મોકળો કરવા કુહાડા લઇ આવ્યા , તો બચી ગયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી એમના માટે ભોજન વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરી રહ્યા છે.

Advertisement

કેરલ વિશ્ર્વસંવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ચાલુ વરસાદે પહાડ તુટી અને જમીન ધસી પડતા હવે બહાર કાઢવામા આવતી લાશોના અગ્નિસંસ્કારનુ કામ મુશ્કેલ બન્યુ છે.કારણ એક બાજુ ભારે વરસાદ , ઉપરથી સમથળ જમીન નથી અને નદીઓ મા ભારે પુર આવ્યા છે.આવે સમયે સેવા ભારતીએ ગેસથી ચાલતુ મોબાઇલ સ્મશાન ગૃહની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરી છે.જેથી બે કલાકથી ઓછા સમયમા મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકાય.સૌથી મહત્વની વાત તો એ છે કે આવી વિકરાળ આપદાના સમયે પણ માનવતા , એક મૃતકનુ સન્માન અને એના સ્વજનોની લાગણીનો ખ્યાલ રાખી સંપૂર્ણ વિધી વિધાન સાથે કાર્યકર્તાઓ આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

જયાં અગ્નિદાહ આપી શકાય છે , મૃતકોના કોઇ સ્વજન બચ્યા નથી એવા સ્થાને સ્વયં સ્વજન બની અંતિમયાત્રા તૈયાર કરી અને અગ્નિસંસ્કાર કરી રહ્યા છે. તાજેતરમા જ કેન્દ્ર સરકારના પરિપત્ર અને તેમા મધ્યપ્રદેશ હાઇકોર્ટનુ રા.સ્વ.સંઘ બાબતનું અવલોકન કે સંઘ શુદ્ધરુપેણ સામાજિક - સાંસ્કૃતિક સંગઠના છે એને રાજકીય બાબતો સાથે કોઇ સંબંધ નથી એ વાતને કેરલના સ્વયંસેવકો પોતાના આચરણથી સાબિત કરી રહ્યા છે.કારણ કે આ એજ વિસ્તાર છે જ્યાં કોમ્યુનિષ્ટ કાર્યકર્તાઓ દ્રારા સંઘ અને ભગીની સંસ્થાના 200 થી વધારે કાર્યકર્તાઓની નિર્મમ હત્યા કરાઇ છે.

પરંતુ પૂ.ગુરુજીની એ શીખ બધાને યાદ છે કે આપણો વિરોધ કરનારા પણ આપણા દેશ બાંધવો જ છે ,આપણા શરીરનુ અવિભાજ્ય અંગ છે.એ યાદ રાખી આજે એમાથી ઘણાએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા હશે.એવા સ્વયંસેવકો આજે અમારા કચ્છના મુરબ્બી સ્વયંસેવક સ્વ.ચમનભાઇ કંસારાના માર્ગે ચાલ્યા છે , જેમની દિકરી ભચાઉમા એ કચ્છના ભૂકંપ સમયે કાટમાળમા દટાઇ અને મૃત્યુ પામેલી એની ચિંતા ન કરતા શહેરમા દટાયેલાઆ અન્યોની મદદે દોડી ગયેલા.આ એ જ કેરલના સ્વયંસેવકો છે જે વિરુદ્ધ રાજકીય વાતાવરણમા પણ સામા પુરે તરી પસંઘ કિરણરુપી દિપને પ્રત્યેક ઘર સુધી પ્રજ્જવલિતથ કરવા માટે મુસ્લિમ કે ખ્રિસ્તી એવા જાતિભેદોથી પરે ઉઠી અત્યારે આવી પડેલી વિપદામાં પ્રત્યેક બાંધવ મારો પોતાનો છે એવા હ્રદયના સ્નેહામૃત સાથે આ સેવાયજ્ઞમા પોતાને આહુત કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement