For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા-બુમરાહના રમવા અંગે અવઢવ

12:37 PM Feb 08, 2024 IST | Bhumika
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા બુમરાહના રમવા અંગે અવઢવ

શું સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે 14 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. રવિન્દ્ર જાડેજાની ઈજા ગંભીર છે અને તેને સાજા થવામાં સમય લાગશે. રવિન્દ્ર જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે. એનસીએમાં ફિટનેસ પર કામ કરતી વખતે રવિન્દ્ર જાડેજાએ પણ એક તસવીર શેર કરી છે.

Advertisement

રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. જો કે ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની ખોટ ન પડી અને તેની ગેરહાજરીમાં કુલદીપ યાદવે સારી બોલિંગ કરી. પરંતુ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મુકેશ કુમારની જગ્યાએ પ્લેઈંગ 11માં વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ સિવાય જસપ્રીત બુમરાહને પણ આરામ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો જસપ્રીત બુમરાહ નહીં રમે તો ટીમ ઈન્ડિયા ટીમમાં એકમાત્ર ઝડપી બોલર તરીકે મોહમ્મદ સિરાજને સ્થાન આપશે.જાડેજા ઉપરાંત કેએલ રાહુલ પણ પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. કેએલ રાહુલની ઈજા બહુ ગંભીર નથી અને રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે તેની ટીમમાં વાપસી નિશ્ચિત છે. કેએલ રાહુલના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એવી શક્યતા છે કે સરફરાઝ ખાન પણ ટીમ સાથે રહેશે. શ્રેયસ અય્યર તેના ખરાબ ફોર્મના કારણે હુમલામાં છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલને ઐયરની જગ્યાએ પ્લેઇંગ 11માં જગ્યા મળી શકે છે. વિરાટ કોહલીની વાપસી અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

સીરિઝની શરૂૂઆત પહેલા વિરાટ કોહલીએ અંગત કારણોસર શરૂૂઆતની બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટની વાપસીની આશા હતી. પરંતુ મળેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ હજુ સુધી સીરિઝની બાકીની મેચો માટે તેની ઉપલબ્ધતા અંગે બીસીસીઆઇને જાણ કરી નથી. જોકે, હવે આ ડર વધી ગયો છે કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ રમતા જોવા નહીં મળે. વિરાટ સિવાય મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા પણ ત્રીજી ટેસ્ટમાં ટીમનો ભાગ નહીં હોય. વિકેટકીપર ખેલાડી કે.એસ ભરતને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ધ્રુવ જુરેલનો ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement