For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉદ્ધવ જૂથના નેતાની ફેસબુક LIVEમાં હત્યા, હુમલાખોરે પણ ટૂંકાવ્યું જીવન, જુઓ VIDEO

10:38 AM Feb 09, 2024 IST | Bhumika
ઉદ્ધવ જૂથના નેતાની ફેસબુક liveમાં હત્યા  હુમલાખોરે પણ ટૂંકાવ્યું જીવન  જુઓ video

ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અને પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષલકરની ગઈ કાલે (8 ફેબ્રુઆરી) રાત્રે મુંબઈના દહિસર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફેસબુક લાઈવ પર ચર્ચા દરમિયાન અભિષેકને શૂટ કરવામાં આવ્યો હતો. અભિષેક પર હુમલા બાદ આરોપીએ પોતાની જાતને પણ ચાર ગોળી મારી દીધી હતી.જેના કારણે તેનું પણ મોત થયું હતું. આરોપીની ઓળખ મોરિસ તરીકે થઈ છે. અભિષેક ઘોષાલકર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોષાલકરના પુત્ર હતા. મોરિસે ફેસબુક લાઈવના બહાને અભિષેકને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો.

Advertisement

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક લાઈવ બાદ અભિષેક ઉઠીને જતો રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન મોરિસે તેના પર 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેણે આત્મહત્યા કરી લીધી. અભિષેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.ગીઈ કાલે મોડી રાત્રે અભિષેક ઘોષલકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મોરિસને મુંબઈ પોલીસ દ્વારા કોઈ શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવ્યું નથી. તેથી, મોરિસે જે હથિયાર વડે ગોળીબાર કર્યો હતો તે ગેરકાયદે હોવાની શંકા છે. શિવસેના નેતાની હત્યા અને હુમલાખોરની આત્મહત્યાને લઈને બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક અને મોરિસ વચ્ચે થોડો અણબનાવ હતો. જોકે તાજેતરમાં બંને વચ્ચે સમજૂતી થઈ હતી. આ કારણે ઘોષાલકર ગઈ કાલે રાત્રે તેમના ફોન પર મોરિસની ઓફિસે આવ્યા હતા. લાઈવ દરમિયાન અભિષેક એમ પણ કહે છે કે લોકો તેને મોરિસ સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ ઘટનાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે સીએમ શિંદે 4 દિવસ પહેલા હુમલાખોર મોરિસને તેમના નિવાસસ્થાન 'વર્ષા' પર મળ્યા હતા. મોરિસને શિંદે જૂથમાં જોડાવાની ઓફર મળી હતી.

રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મહારાષ્ટ્રમાં ગુંડા શાસન છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ નિષ્ફળ છે. તેમણે રાજીનામું આપવું જોઈએ. તે જ સમયે, ઉદ્ધવ જૂથના નેતા અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેઓ સાંજે અભિષેકને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે કાયદાનો ડર નથી. કોઈ સુરક્ષિત નથી.

2 ફેબ્રુઆરીએ, ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષલકરની હત્યાના એક અઠવાડિયા પહેલા, શિંદે જૂથના શિવસેના નેતા પર ગોળીબાર થયો હતો. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ જમીન વિવાદને કારણે શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી દીધી હતી. મહેશ ગાયકવાડને છ ગોળી વાગી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે.

એવું કહેવામાં આવ્યું હતું કે ગણપત ગાયકવાડ અને મહેશ ગાયકવાડ 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે હિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની 3 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેને ઉલ્હાસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement