For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્ન

11:12 AM Nov 16, 2024 IST | admin
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્ન

કોંગ્રેસે કહ્યું, અમારી માંગ પૂર્ણ રાજ્યના દરજ્જાની, નેશનલ કોન્ફરન્સને મરચાં લાગ્યા

Advertisement

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલમ 370ને પુન:સ્થાપિત કરવાની માંગ પર પીછેહઠ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના વડા તારિક હમીદ કરરે પણ આ મુદ્દા પર સમાન વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા તાજેતરના ઠરાવમાં અનુચ્છેદ 370ને પુન:સ્થાપિત કરવાની કોઈ માંગ કરવામાં આવી નથી અને ન તો તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આ યુ-ટર્ન પર સત્તારૂૂઢ નેશનલ કોન્ફરન્સે પ્રહારો કર્યા છે.

નેશનલ કોન્ફરન્સ (ગઈ)ના નેતા અને સાંસદ આગા રુહુલ્લાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવને ખોટી રીતે રજૂ કરવાનો કોઈને અધિકાર નથી. આઘાએ કહ્યું કે કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે કલમ 370ની પુન:સ્થાપના મુદ્દે તે શું વલણ ધરાવે છે. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરરે કહ્યું, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા દ્વારા ગયા અઠવાડિયે પસાર કરાયેલા ઠરાવમાં કલમ 370 પુન:સ્થાપિત કરવાની માંગ ન તો ઉઠાવવામાં આવી હતી અને ન તો તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિધાનસભાના ઠરાવ પછી કોંગ્રેસ આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચૂકી છે. કરરે કહ્યું, અમે પહેલાથી જ કહી દીધું છે કે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી,

Advertisement

હવે માત્ર એક જ માંગ બાકી છે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરો.
ગયા અઠવાડિયે, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટી પુન:સ્થાપિત કરવાની હાકલ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને ભાજપના વિરોધ છતાં અવાજ મતથી મંજૂર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ છ ધારાસભ્યોએ પણ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીએ ઓમર અબ્દુલ્લા સરકારમાં ન જોડાવાનો નિર્ણય લીધો કારણ કે તેને આશંકા છે કે ભાજપ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેના ફાયદા માટે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનની ઘટનાનો ઉપયોગ કરી શકે છે. કારણ કે નેશનલ કોન્ફરન્સ કલમ 370ને પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસનું વલણ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કરરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોની લોકતાંત્રિક અભિવ્યક્તિમાં આ પહેલું પગલું છે અને કેન્દ્ર સરકારે કોઈપણ કારણસર રાજ્યની વસ્તીના અધિકારો અને સુરક્ષાને નકારવી જોઈએ નહીં. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. કોંગ્રેસે કહ્યું છે કે જ્યાં સુધી રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત ન થાય ત્યાં સુધી તે ઓમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement