બાગેેશ્ર્વર ધામમાં બે વર્ષનો માસુમ ઉકળતા તેલમાં પડી જતા ગંભીર
05:36 PM Oct 29, 2025 IST | admin
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો. 2 વર્ષનો છોકરો ગરમ તેલના તપેલામાં પડી ગયો. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની દાદી પણ દાઝી ગઈ. બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર બર્ન વોર્ડમાં ચાલી રહી છે.
Advertisement
રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢનો રહેવાસી રાઘવ તેના પિતા હરિઓમ વૈષ્ણવ અને દાદી સરિતા સાથે બાગેશ્વર ધામના દર્શન કરવા આવ્યો હતો. તેઓ બામિથાના બાગેશ્વર ધામ સંકુલમાં સમોસા ખાવા માટે એક હાથગાડીના સ્ટોલ પર પહોંચ્યા ત્યારે બે બળદો વચ્ચે લડાઈ શરૂૂ થઈ ગઈ. દાદી સરિતા રાઘવને ખોળામાં લઈ રહી હતી, પરંતુ ભાગદોડ દરમિયાન, તેને ગરમ તેલના તપેલામાં પડી ગયો હતો. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો. તેની દાદીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના હાથ પણ દાઝી ગયા.
Advertisement
Advertisement
