વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યરમાં ચમક્યા ભારતના બે ફોટોગ્રાફર
12:47 PM Feb 16, 2024 IST
|
Bhumika
Advertisement
ભારતના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શ્રીરામ મુરલી અને વિષ્ણુ ગોપાલે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2023માં વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ જીત્યો હતો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરના લોકો પોતાના અદભુત ફોટોગ્રાફસ સબમિટ કરે છે. જેમાં જંગલી પ્રાણીઓની આગવી દુનિયાના દર્શન થાય છે. ભારતના બે તસ્વીરકારોએ આ સ્પર્ધામાં મેદાન માર્યું હતું. જેમાં એક તસ્વીર ફાયર ફલાટસની છે જે શ્રીરામ મુરલી દ્વારા લેવામાં આવી છે. જયારે વિષ્ણુ ગોપાલની ઝાંખા પ્રકાશવાળી વરસાદી જંગલની તસ્વીરને એનિમલ પોટેટસ કેટેગરીમાં સૌથી પ્રતિષ્ઠિત એનએચએમ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Advertisement