For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે ક્રિકેટર, 6 ફિલ્મ સ્ટાર: મીમી ચકવર્તી, નુસરત જહાંની બાદબાકી છતાં તૃણમૂલની યાદી ગ્લેમરસ

06:46 PM Mar 11, 2024 IST | Bhumika
બે ક્રિકેટર  6 ફિલ્મ સ્ટાર  મીમી ચકવર્તી  નુસરત જહાંની બાદબાકી છતાં તૃણમૂલની યાદી ગ્લેમરસ

2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ  ઉમેદવારોની યાદી ઘણી ગ્લેમરસ હતી. આ વખતે પણ મમતા બેનર્જીની પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઘણા ગ્લેમરસ ચહેરાઓ પર વિશ્વાસ કર્યો છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં 42 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીએમસીના ઉમેદવારોમાં બે ક્રિકેટર અને છ ફિલ્મ સ્ટારનો સમાવેશ થાય છે. એક તરફ જ્યાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પોતાની ઇનિંગ રમવા માટે રાજકીય મેદાનમાં ઉતરશે તો બીજી તરફ શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડશે. યાદીના વિશ્ર્લેષણ પરથી જણાય છે કે પક્ષે વર્તમાન 8 સાંસદોને પડતા મુકયા છે. જયારે 16ને રિપીટ કર્યા છે. યાદીમાં 12 મહીલા છે.

Advertisement

ઝખઈ ઉમેદવારોની યાદી અનુસાર બંગાળી ફિલ્મ સ્ટાર રચના બેનર્જી હુગલી સીટ પરથી ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં આ સીટ પર બીજેપી અને ટીએમસી વચ્ચે મેગા ફાઈટ થવા જઈ રહી છે કારણ કે અહીંથી બીજેપીએ ફરી એકવાર લોકેટ ચેટર્જીને ટિકિટ આપી છે, જેઓ અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈને ગત વખતે લોકસભા પહોંચ્યા હતા. જાદવપુર જેવી મહત્વની બેઠક પર બેઠક સાંસદ મિમી ચક્રવર્તીને બદલે મમતા બેનર્જીએ તૃણમૂલના યુવા નેતા અને અભિનેત્રી સયાની ઘોષ પર વિશ્વાસ કર્યો છે.

ટીએમસીના અન્ય ઉમેદવારોની વાત કરીએ તો જૂન માલિયાએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં મિદનાપુરથી ચૂંટણી લડી હતી. જો કે આ વખતે મમતા બેનર્જીની ખાસ એજન્ટ ગણાતી અભિનેત્રીને સાંસદ માટે ચૂંટણી લડવાની તક આપવામાં આવી રહી છે. જૂન માલિયા મિદનાપુર લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર છે.
મિમી ચક્રવર્તી કે નુસરત જહાંને ઉમેદવારોની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોવા છતાં, મમતા બેનર્જીએ બંગાળી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત ચહેરાઓને પોતાના સૈનિકો બનાવવાની કોઈ તક છોડી નથી. ઘાટલ લોકસભા સીટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતી વખતે ઝખઈએ હજારો દિલોની ધડકન ગણાતા ટોલીવુડ સુપરસ્ટાર દીપક અધિકારી (દેવ)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દેવ ઉપરાંત અભિનેત્રી શતાબ્દી રોય તૃણમૂલની ટિકિટ પર બીરભૂમથી ચૂંટણી લડી રહી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સક્રિય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement