TV અભિનેતા અમન જયસ્વાલનું નિધન
10:42 AM Jan 18, 2025 IST
|
Bhumika
Advertisement
ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમન ઓડિશન માટે જઈ રહ્યો હતો અને જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી.
Advertisement
મુંબઈના જોગેશ્વરી હાઈવે પર તેમની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સમયે અભિનેતા બાઇક પર હતો. અમનના મિત્ર અભિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અકસ્માતના અડધા કલાક પછી તેનું મૃત્યુ થયું હતું. અમન જયસ્વાલ ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં તેમના કામ માટે જાણીતો હતો.
Next Article
Advertisement