તુહિનકાંત પાંડે બન્યા સેબીના નવા પ્રમુખ
10:56 AM Feb 28, 2025 IST | Bhumika
Advertisement
કેન્દ્ર સરકારે તુહિન કાંત પાંડેને આગામી સેબી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય (DoPT) એ પાંડેની નિમણૂક અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેબિનેટે નિમણૂકને મંજૂરી આપ્યા બાદ જારી કરાયેલા પત્ર મુજબ, 1987 બેચના વહીવટી અધિકારી તુહિનકાંત પાંડે હાલમાં નાણા મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે.
સરકારે નિમણૂકના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો કાર્યકાળ ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગામી આદેશો સુધી ત્રણ વર્ષનો રહેશે. પાંડે ઓડિશા કેડરના વરિષ્ઠ આઇએએસ અધિકારી રહી ચૂક્યા છે. બે વર્ષ પહેલાં થયેલી એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા દરમિયાન પણ પાંડે ચર્ચામાં રહ્યા હતા.
Advertisement
Advertisement