વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે
06:19 PM Jun 16, 2025 IST | Bhumika
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ દેશભરમાં પ્લેનમાં મુસાફરી કરતા લોકોમાં ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટોની માંગ અને ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાને તમે વિશ્વાસ ઇફેક્ટ કહી શકો છો. કારણ કે, પ્લેન ક્રેશમાં વિશ્વાસકુમાર રમેશના ચમત્કારિક બચાવ બાદ મુસાફરો ઇમરજન્સી સીટની નજીક બેસવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં યુકેનો નાગરિક 11અ સીટ પર બેઠો હતો, જે ઇમરજન્સી એક્ઝિટની બાજુની સીટ હતી. અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટ અઈં-171માં બચનાર વિશ્વાસ એકમાત્ર વ્યક્તિ છે. ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં સીટ નંબર્સ વિમાનના પ્રકાર અને ક્લાસ કન્ફિગરેશન અનુસાર અલગ અલગ હોય છે.
એવિએશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશ થવાના કિસ્સાઓમાં ઇમરજન્સી એક્ઝિટની આસપાસની સીટ્સ કોઈ ખાસ સુરક્ષા પ્રદાન કરી શકશે નહીં. તેમાં પગ રાખવા માટે પૂરતી જગ્યા મળી રહે છે. પરંતુ, ઘણા લોકોને આ સીટ્સ હવે માનસિક રાહત પ્રદાન કરે છે.
ગુરુવાર સુધીમાં મોટાભાગના મુસાફરોએ ઇમરજન્સી એક્ઝિટની પાસેની સીટ્સ લેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમને તે સીટમાં કંઈ ખાસ રસ નહોતો. આ ઉપરાંત, અમુક લોકોને ઇમરજન્સીની સ્થિતિમાં તે દરવાજો કેવી રીતે ખોલવો તેની જાણકારી નહોતી. કોલકાતાના ટ્રાવેલ એજન્ટ્સે જણાવ્યું કે, અનુભવી અને વધારે હાઇટવાળા લોકો આ સીટ લેવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ આરામથી બેસી શકે છે. પરંતુ, હવે અન્ય મુસાફરોમાં પણ આ સીટ્સની માંગ વધી છે.
ગુરુવાર સુધીમાં મોટાભાગના મુસાફરોએ ઇમરજન્સી એક્ઝિટની પાસેની સીટ્સ લેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમને તે સીટમાં કંઈ ખાસ રસ નહોતો. કોલકાતાના ટ્રાવેલ એજન્ટ્સે જણાવ્યું કે, અનુભવી અને વધારે હાઇટવાળા લોકો આ સીટ લેવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ આરામથી બેસી શકે છે. પરંતુ, હવે અન્ય મુસાફરોમાં પણ આ સીટ્સની માંગ વધી છે.
ડિસ્ટ્રિબ્યુશન અને લોજિસ્ટિક્સ ઓપરેશન્સ બિઝનેસ ચલાવતા જીતેન્દ્ર સિંહ બગ્ગાએ જણાવ્યું કે, આગામી સપ્તાહમાં તેઓ દિલ્હીથી યુકે ટ્રાવેલ કરી રહ્યા છે, તેથી તેમણે તેમના ટ્રાવેલ એજન્ટને ઇમરજન્સી એક્ઝિટ નજીકની સીટ જ બુક કરવા માટે જણાવ્યું હતું.
પાર્ક સ્ટ્રીટ રેસિડેન્ટે જણાવ્યું કે, તેમની સીટ ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં હોવી જોઈએ. હું તેના માટે વધારે રકમ ચૂકવવા તૈયાર છું. 17 જૂનના રોજ હું બ્રિટિશ એરવેઝ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવા માંગુ છું અને તેના ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં 11અ સીટ હશે તો હું તે જ સીટ લેવા માંગું છું.લી રોડના રેસિડેન્ટ રાજેશ ભગનાની કે જેઓ અવારનવાર ટ્રાવેલ કરતા રહે છે, તેમણે પણ તેમના ટ્રાવેલ એજન્ટને 16 જૂનના રોજ મુંબઈની મુસાફરી માટે ઇમરજન્સી એક્ઝિટની બાજુની સીટ બુક કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વાસ કુમારના ચમત્કારિક બચાવ પછી હું ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટમાં બેસવા માંગુ છું.
કારણ કે બચવાની શક્યતા અન્ય કોઈ પણ સીટ કરતાં વધુ હશે. હું જાણું છું કે, જીવન અને મૃત્યુ ભાગ્યની વાત છે, છતાં પણ હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા માંગું છું. જો સીટ નંબર 11અની બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ હોય તો તેનાથી બેસ્ટ કંઈ જ ન હોય.
ઇન્કવાયરીમાં વધારો
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ કમિટીના મેમ્બર અનિલ પંજાબીએ ઇમરજન્સી એક્ઝિટની આસપાસની સીટ્સ અંગે ઇન્ક્વાયરીમાં વધારો થયો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, કેટલાક મુસાફરો 11અ જ ઈચ્છે છે, પછી ભલે તે એક્ઝિટની બાજુમાં ન હોય. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઇસ્ટર્ન રીજન ચેપ્ટરના ચેરમેન અંજની ધનુકાએ જણાવ્યું હતું કે, તેમને ઇમરજન્સી એક્ઝિટ તેમજ 11અની બાજુમાં સીટ્સ શોધી રહેલા ફ્લાયર્સ તરફથી પ્રશ્નો મળ્યા હતા. તે માઇન્ડસેટ અને ભાગ્યમાં વિશ્વાસ સાથે સંબંધિત છે, ફ્લાયર્સનું કહેવું છે કે, તે તેમની માનસિક શાંતિ માટે છે.
Advertisement
Advertisement