For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત, સેન્સેક્સ 75000ની અંદર

03:38 PM Feb 24, 2025 IST | Bhumika
શેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત  સેન્સેક્સ 75000ની અંદર

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા બાદ 807.67 પોઇન્ટ તૂટ્યો હતો. 10.39 વાગ્યે 758.10 પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22600નું લેવલ તોડી 22548.35 થયો હતો. રોકાણકારોએ વધુ રૂૂ. 4.09 લાખ કરોડ ગુમાવ્યા છે.
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3771 પૈકી 998 શેર જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2609 શેર તૂટ્યા છે. જેમાં 230 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 274 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે સ્મોલકેપ અને મીડકેપ પણ 500થી વધુ પોઇન્ટ તૂટ્યા છે.

Advertisement

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરુદ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે. જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.

જેથી રોકાણકારો સાવચેત બન્યા છે. તેમજ બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે. ગત શુક્રવારે વધુ 3449.15 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું. અમેરિકાની આર્થિક ગિતિવિધિઓ અને ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. જેના પગલે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટ્રેડ વોર નીતિના કારણે ફુગાવો વધવાની દહેશત વધી છે. ગ્રાહક માગ પણ નબળી પડી છે. ભારતીય શેરબજાર છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત ગ્રોથ સાથે તેજીમાં રહ્યા છે. જેથી માર્કેટમાં મોટું કરેક્શન અનિવાર્ય હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોવિડ મહામારી બાદ 2025માં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે તૂટ્યા છે.

Advertisement

નિફ્ટીમાં 28 વર્ષ બાદ સતત પાંચ મહિના સુધી મંદીનો માહોલ
ભારતનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 ફેબ્રુઆરીમાં વધુ માસિક ઘટાડો નોંધાવે તો 28 વર્ષમાં તેની સૌથી લાંબી હારનો સિલસિલો રેકોર્ડ કરવાની આરે છે. 1996 પછી આ પ્રથમ વખત ચિહ્નિત થશે જ્યારે ઇન્ડેક્સ સતત પાંચ મહિના સુધી ઘટ્યો છે, દલાલ સ્ટ્રીટના ઇતિહાસમાં છેલ્લા 34 વર્ષમાં માત્ર બે વાર જ બનેલી આવુ બન્યું છે. ઐતિહાસિક રીતે, નિફ્ટીએ 1990 થી માત્ર બે વખત સળંગ પાંચ કે તેથી વધુ માસિક ઘટાડો જોયો છે. સૌથી લાંબા ઘટાડાનો સિલસિલો સપ્ટેમ્બર 1994 થી એપ્રિલ 1995 સુધીનો હતો, જે દરમિયાન 8 મહિનામાં ઇન્ડેક્સ 31.4% ગગડ્યો હતો. છેલ્લા પાંચ મહિનાનો ઘટાડો 1996માં હતો, જ્યારે જુલાઈથી નવેમ્બર દરમિયાન હેડલાઇન ઇન્ડેક્સ 26% ઘટ્યો હતો. વર્તમાન ડ્રોડાઉન, નોંધપાત્ર હોવા છતાં, સરખામણીમાં હળવો રહે છે, ઓક્ટોબરથી શુક્રવાર સુધીમાં 11.7% ઘટાડો થયો છે. ટેકનિકલ વિશ્ર્લેષકો કહે છે કે 22,500-22,400 તરફનું કરેક્શન ટૂંકા ગાળામાં શક્ય લાગે છે અને જ્યાં સુધી તે 22,850 ની નીચે ટકી રહે ત્યાં સુધી ઇન્ડેક્સ વેચવાલી-ઓન-રાઇઝ રહેવાની શક્યતા છે તેમ ટેકનિકલ વિશ્ર્લેષકો સાથે આ મહિને પહેલેથી જ 3% નીચે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement