આ મારું કામ નથી એવું કહે ત્યાંથી તકલીફ શરૂ થાય
સ્પીપાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે કર્મચારીઓને મુખ્યમંત્રીની માર્મિક ટકોર
સ્પીપાના નવા સેન્ટર અને બિલ્ડીંગનું ગઇકાલે લોકાર્પણ કરાયું હતું. સ્પીપાનું નવુ સેન્ટર ગાંધીનગરના સેક્ટર 26માં તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સરકારી કર્મચારીઓને માર્મિક ટકોર કરી હતી કે સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે છતાં કેટલાક કર્મચારી કે અધિકારી એવું વિચારે છે કે મને ક્યાં આ ડિપાર્ટમેન્ટમાં મુકી દીધો અને બીજા કર્મચારી પણ એવી રીતે જુવે છે કે આને સજા પડી છે. તેમણે એમ પણ કહ્યું કે મગજથી વિચારી ના લેશો કે આ સારુ અને આ ખરાબ.આ પ્રસંગે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ. આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે. તેમણે કહ્યું કે હમણાં એક શિક્ષકની બદલી થઇ ત્યારે આખુ ગામ રડતું હતું. આવી કામગિરી કરવી જોઇએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે સારા પુસ્તકો તો વાંચીએ છીએ પણ તેની સારી વાત અનુસરતા નથી. સરકારી કર્મચારી બન્યા છીએ તો કામગિરી તો કરવાની જ છે અને હવે કર્મચારીએ કર્મયોગી બનવાની જરુર છે. કર્મચારી અને લોકપ્રતિનિધીઓએ સાથે મળીને કામ કરવાનું છે. તમારા વગર તો અમને ચાલશે જ નહીં. આખરે સહી તો તમારી જ કરવાની છે ને તેમ તેમણે કહ્યું હતું. હાલમાં વાવાઝોડુ આવ્યું ત્યારે જનતાના પ્રતિનીધી અને અધિકારીઓએ એક થઇને કામ કર્યું હતું. અને વાવાઝોડામાં કોઇને તકલીફ પડી ન હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી 23 વર્ષ સુધી સતત વહિવટી ક્ષેત્રમાં રહ્યા હતા અને પ્રજાની કામગિરી સિવાય એમની પાસે બીજી કોઇ જ વાત ન હતી. તમે ગઇ કાલે આવેલું પરિણામ જુવો. બધા કહેતા હતા કે આમ થઇ જશે, તેમ થઇ જશે પણ પરિણામ શું આવ્યું.તેમણે સરકારી કર્મચારીઓને માર્મિક ટકોર કરી હતી કે સરકાર એક પણ ડિપાર્ટમેન્ટની અવગણના ના કરી શકે છતાં કેટલાક કર્મચારી કે અધિકારી એવું વિચારે છે કે મને ક્યાં આ ડિપાર્ટમેન્ટમાં મુકી દીધો અને બીજા કર્મચારી પણ એવી રીતે જુવે છે કે આને સજા પડી છે. તેમણે એમ પણ કહ્યું કે મગજથી વિચારી ના લેશો કે આ સારુ અને આ ખરાબ. તમે કામગિરી માત્ર જવાબદારી પુરતી ના જશો.
કામગીરી માત્ર જવાબદારી પૂરતી ન સમજો, અરજદારને મદદ કરો
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પણ કર્મચારીઓને ટકોર કરી હતી કે કાગળ ટેબલ પર આવ્યો અને આપણા ટેબલથી આગળ જતો રહે એ પ્રકારે કામ કરીએ તો એ સેવા ભાવ ના કહેવાય. તેવી કામગિરીમાં રાજ્ય સરકારનો હેતુ પૂર્ણ થતો નથી. તમે કામગિરી માત્ર જવાબદારી પુરતી ના જશો. આ રાજ્ય મારુ છે અને અરજદાર અને તેના પરિવારને સમજો, તેની તકલીફમાં મદદ કરો.