રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પારદર્શિતા: મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામના રાક્ષસને નાથવાનો એક માત્ર ઉપાય

02:24 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કરોડો દેશવાસીઓ શાસનને જે ટેક્સ ચૂકવે છે તે અબજો ખરવો રૂપિયાના હિસાબો પારદર્શક હોય છે ? શાસન નાગરિકોને ટેકસના નાણાંનો હિસાબ પારદર્શકતાથી ન આપે તે ચાલે ? દેશવાસીઓની મહેનત અને આવડતની કમાણીના આ અબજો ખરવો રૂપિયાનો હિસાબ આપવા શાસન બંધાયેલું નથી ? તો પછી કરોડો દેશવાસીઓ આ હિસાબ શા માટે માંગી રહ્યા નથી ? ખાનગી પેઢી કે કંપનીના હિસાબો માફક શાસનના પણ આવકજાવકના આ તમામ હિસાબો ઓનલાઈન અને સેક્ધડ ટુ સેંક્ધડ અપડેટેડ ન થઈ શકે ? તેને આ રીતે પારદર્શક ન બનાવી શકાય ?:દેશના હાર્ટમાં પારદર્શિતાના અભાવે, મોંઘવારી પાછળ ચક્કર ભમ્મર ફરતો માનવી

ચાલો, આજે આપણે વાત કરીએ પારદર્શકતાની, જે કોઈપણ સમાજ અને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કલ્પના પણ નહિ કરી શકો કે, પારદર્શિતા આપણા જીવનમાં એટલે કે પળેપળની જિંદગીમાં કેટલી મહત્વની છે.

સમાજમાં રહીને જીવન જીવવું એ માનવી માટે અત્યંત જરૂૂરી છે. કારણ કે, આપણે પ્રાણીઓ નથી પરંતુ સામાજિક અને વ્યક્તિ વિશેષ માનવી છીએ અને સમાજ આપણને વિકાસ કરવા માટે એક માધ્યમ પૂરું પાડે છે. સમાજમાં રહેવાથી આપણને પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકો સાથે સંબંધો બાંધવાની અને વિકસાવવાની તક મળે છે. આ સંબંધો આપણને આનંદ, સુખ અને સલામતીની ભાવના આપે છે. સમાજમાં રહેવાથી આપણે સંસ્કૃતિનો અનુભવ કરીએ છીએ. સંસ્કૃતિ આપણને આપણી ઓળખ આપે છે અને આપણને અન્ય લોકો સાથે જોડે છે. આ રીતે કોઈ પણ સમાજનો સર્વાંગી વિકાસ થતો હોય છે. તેની સાથેસાથે એ પણ હકીકત છે કે, આજના જમાનામાં સમાજમાં દરેક બે વ્યક્તિ વચ્ચે, પરિવારોમાં પણ, પરિવારના દરેક સભ્ય વચ્ચે પારદર્શકતા ખૂબ જ મહત્વપૂર્ણ પાસું બની ગયું છે.

સમાજમાં દરેક પરિવારમાં પરિવારના દરેકેદરેક સભ્ય વચ્ચે પારદર્શકતા જરૂૂરી બની ગઈ છે. દરેક વ્યક્તિએ અનેક પ્રકારની સ્પષ્ટતાઓ અને ચોખવટ સાથે, પોતાની આસપાસના લોકો સાથે જીવવું જરૂૂરી બની ગયું છે. જો તમે સ્પષ્ટતાઓ કે ચોખવટ નથી કરતાં તો, પરિવારોમાં કે કોઈ પણ સંબંધોમાં તડાફડી બોલતાં વાર નથી લાગતી. આજનો સમયખંડ એ પ્રકારનો બની ગયો છે કે, માણસમાં સહનશક્તિ અને સમજશક્તિ સતત ઘટી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં તો આ બાબત શૂન્ય બની ગઈ છે. માણસનો સ્વભાવ અધીરો અને ચીડિયો બની રહ્યો છે, તેથી પારદર્શકતા વધુ જરૂૂરી બની ગઈ છે. અને, આ પ્રકારની સ્થિતિઓ પણ રાતોરાત નથી થઈ. માણસ સતત દોડી રહ્યો છે. ચકરડી ફરી રહ્યો છે. બેફામ મોંઘવારી, ફૂગાવો, કાળુ નાણું અને ભ્રષ્ટાચાર જેવી બાબતો ઉપરાંત દેખાદેખી, રાતોરાત ધનપતિ બની જવાની લાલસાઓ, ભોગની અસંયમિત વૃત્તિઓ તથા પ્રકૃતિથી દૂર થતો જતો માણસ- આ પ્રકારની વિવિધ બાબતોને કારણે માણસ આજે સતત ઉધામા માં વ્યસ્ત રહે છે, કોઈને ક્યાંય જંપ ન હોય તેવી વિચિત્ર સ્થિતિઓ જોવા મળી રહી છે અને આ સ્થિતિઓને કારણે તમામ સંબંધોમાં પારદર્શકતા, ચોખવટ અને સ્પષ્ટતાઓ જ મુખ્ય બાબતો બની ચૂકી છે !

આપણાં પરિવારમાં પારદર્શકતાનું શું સ્થાન છે એ અંગે પણ ચાલો આપણે થોડું વિચારીએ, માતાપિતા, ભાઈઓ, બહેનો અને પતિ પત્ની સહિતના પ્રત્યેક સંબંધમાં પણ પારદર્શકતા ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. બાળકના જન્મથી માંડીને માણસના મૃત્યુ સુધીના દરેક તબક્કે કોઈ એક પરિવાર કે તેની સાથે સંકળાયેલા તમામ પરિવારો વચ્ચે પારદર્શકતા ખૂબ જ જરૂૂરી હોય છે.

પરિવારના સભ્યો, મિત્રો અને અન્ય દરેક સબંધોમા સૌથી વિશિષ્ટ સંબંધ પતિ પત્નીનો હોય છે, બંને સાત જન્મના બંધનમાં બંધાયેલા હોય છે, પત્નીને પતિની અર્ધાંગિની કહેવામાં આવે છે અને પતિ પોતાની પત્નીની આખી જિંદગીની જવાબદારીઓની ખાતરી આપતો હોય છે અને પત્નીના તમામ પરિવારજનોને પણ માનભેર અપનાવતો હોય છે, આટલો ગાઢ સંબંધ હોવા છતાં પણ પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પણ પારદર્શકતા અગ્રક્રમે હોય છે, જો પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પારદર્શકતા ન રહે તો, ગમે તેટલો ગાઢ સંબંધ, ગમે તેટલો ભરોસો છતાં, સ્પષ્ટતાઓની ગેરહાજરીમાં આ સંબંધો પણ બગડતાં કે તૂટતાં પણ વાર નથી લાગતી.

કોઈ પણ પરિવારમાં પતિ અને પત્ની વચ્ચે જો પારદર્શકતા ન હોય તો ગેરસમજણ અને ઝઘડા ગમે ત્યારે ઉત્પન થતા હોય છે. દાખલા તરીકે, કોઈ પતિ પોતાની પત્નીને દર મહિને રૂૂ. 10,000 જેટલી રકમ ઘરખર્ચ માટે આપે છે. પતિ પત્ની વચ્ચે આ પ્રકારનું નાણાકીય ખર્ચનુ બજેટ પહેલાથી જ નક્કી થયેલુ પારદર્શક છે. અને ધારો કે પત્નીને આગલા મહિને કોઈ સહેલી ના લગ્ન પ્રસંગમાં જવા માટે રૂૂ. 5000ની શોપિંગ કરવા માટે વધુ જરૂૂરિયાત ઉભી થઈ છે. ત્યારે પતિ પત્નીને વધુ રકમની માંગ અંગે ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછતો હોય છે, અને પતિ પત્ની વચ્ચે આવી બાબતોમાં દરેક પ્રકારની નાની મોટી વિગતો અંગે સ્પષ્ટતાઓ અને ચોખવટ કરવી પડતી હોય છે. ટૂંકમાં, કહેવાનો મતલબ એટલો જ કે, પતિ પત્નીના સંબંધો આટલાં ગાઢ હોવા છતાં, સબંધોમા પ્રસંગોમા અને વ્યવહારો સહીત નાણાંકીય તમામ બાબતોમાં આ અંગે પણ સ્પષ્ટતાઓ અને ચોખવટ જરૂૂરી બનતી હોય છે. કારણ કે પારદર્શકતા મહત્વપૂર્ણ હોય છે. આમ પારદર્શકતા પ્રત્યેક વ્યક્તિ માટે જીવનના દરેક તબક્કે તથા દરેક સંબંધમાં જિંદગીનો મહત્વપૂર્ણ હિસ્સો હોય છે.

એ જ રીતે, જ્યારે આપણે વેપારી કે ઉદ્યોગપતિ તરીકે આપણાં ઉંમરલાયક સંતાનોને ધંધાની ધૂરા ક્રમશ: સોંપતા હોઈએ છીએ ત્યારે પારદર્શક રીતે ધંધાની બધી જ ખૂબી ખામીઓ સંતાનોને સમજાવતા હોઈએ છીએ. આપણાં સંતાનને, પેઢીના વારસદારને પેઢીની તમામ પ્રકારની આવકો અને જાવકો (ખર્ચ) અંગેની ઝીણામાં ઝીણી વિગતો સમજાવીએ છીએ. આપણે સંતાનોને ધંધાની સોંપણી કરતાં પહેલાં, ધંધાની આવકો અંગે પારદર્શક રીતે સમજણ આપતાં હોઈએ છીએ. દાખલા તરીકે, ધંધાની ખરીદીની પાર્ટીઓ એટલે કે લેણદારો પાસેથી નીચી પડતરના ભાવ સાથે કેવી રીતે ખરીદી કરવી, જુદાં જુદાં શહેરોના આ લેણદારો, તેમની સાથેના સંબંધો, ધંધા માટે જરૂૂરી કાચા માલની ખરીદી નીચા ભાવે કેવી રીતે કરવી, કાચા માલ પરની પ્રોસેસ દરમિયાન શું ખ્યાલ રાખવો, પેકેજિંગ સહિતની બાબતોમાં ધ્યાન આપીને પડતર કિંમત કેવી રીતે ઓછી રાખવી તથા ધંધાનો તૈયાર માલ દેણદારોને એટલે કે આપણી પાસેથી માલ ખરીદતાં ધંધાર્થીઓને માલ કેવી રીતે વેચવો, તૈયાર પ્રોડક્ટ્સને યોગ્ય ભાવે વેચાણ કરવા માટેનું બજાર કેવી રીતે તલાશવું..બિઝનેસ અને શક્ષદયતળિંયક્ષિં નું ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું અને એ રીતે આવકમાંથી બચત કેવી રીતે કરવી વગેરે વગેરે નાનામાં નાની બાબત સંતાનોને ધંધાકીય હસ્તાંતરણ વખતે આપણે ધ્યાનમાં રાખતાં હોઈએ છીએ.આપણે સમગ્ર બિઝનેસની બેલેન્સ શીટ સંતાનોને સમજાવીએ છીએ, તમામ એસેટ્સ અને લાયેબિલિટીઝ એટલે કે જવાબદારીઓ સમજાવીએ છીએ.

આ ઉપરાંત આપણે સંતાનોને ધંધો સોંપતી વખતે બિઝનેસના પ્રોફિટ એન્ડ લોસ અંગે એટલે કે નફા નુકસાન અંગે બધી જ બાબતો સમજાવીએ છીએ, વધુમાં વધુ નફો કેમ કરી શકાય, નુકસાન લઘુતમ કેમ કરી શકાય, લેણદારો અને દેણદારો સાથેના સંબંધો, પેઢીના વિકાસ માટે આ લેણદારો અને દેણદારોની અગત્યતા, હિસાબોની નિયમિત જળવણીથી થતાં ફાયદાઓ, શાસનની પોલિસી અને સરકારના વિવિધ વિભાગોની નીતિઓનો આપણાં ધંધાના વિકાસ માટે મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય, પેઢીનું નાણાંકીય શિસ્ત અને પ્લાનિંગ વગેરે અનેક પ્રકારની બાબતો આપણે આપણાં સંતાનોને સારી રીતે સમજાવ્યા બાદ જ આપણે સંતાનોને બિઝનેસનો કંટ્રોલ અને સંચાલન સોંપતા હોઈએ છીએ. આમ પરિવારની માફક બિઝનેસમાં પણ પારદર્શકતા અતિશય અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે, એટલું આપણે આ ઉદાહરણો પરથી સમજી શકીએ. અહીં સાથે આપણે એક અન્ય વાત પણ કરી લઈએ. કોઈ પણ બિઝનેસમેન- વેપારી હોય કે ઉદ્યોગપતિ- તેણે સમગ્ર વર્ષ દરમ્યાન ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલી શાસનને આપવાનો હોય છે.

એ જ રીતે નાણાંકીય વર્ષના અંતે, આવકવેરા રિટર્ન પણ દાખલ કરવાનું હોય છે અને એ અગાઉ એડવાન્સ ટેક્સ પણ શાસનમાં જમા કરાવવાનો હોય છે. આથી આપણે આપણાં સંતાનોને બિઝનેસની સોંપણી વખતે ટેક્સ જવાબદારીઓની સમજ પણ પારદર્શક રીતે આપવી પડે. કારણ કે, કોઈ પણ બિઝનેસમાં ટેક્સ જવાબદારીઓ અઘરી અને ગંભીર નાણાંકીય જવાબદારીઓ હોય છે. નિયત સમયે જો આપણે ટેક્સ ભરીએ નહીં તો, તંત્રની નોટિસ, લેટ ફી, દંડ અથવા પેનલ્ટી અને વધારામાં અધિકારીઓની દાદાગીરી તથા માનસિક ત્રાસ પણ સહન કરવો પડે. સરેરાશ 18 ટકા જીએસટી અને નેટ આવક પર 10 થી 30 ટકા આવકવેરો અથવા સરેરાશ 20 ટકા આવકવેરો ગણીએ તો પણ, આપણે બિઝનેસ કરતાં હોઈએ અને (બચત વગેરે બાદ કરતાં) કરપાત્ર આવક ધરાવતાં હોઈએ તો, આપણે આપણી જિંદગીની આવકનો ઘણો મોટો હિસ્સો શાસનને ટેક્સ તરીકે આપીએ છીએ. આ બાબત પણ ધંધાની સોંપણી વખતે આપણે સંતાનોને પારદર્શક રીતે સમજાવવી પડે.

આ બધી પ્રક્રિયાઓ દરમ્યાન, શક્ય છે આપણાં તેજસ્વી સંતાનો આપણને એવો પણ પ્રશ્ન પૂછી લ્યે કે, ડેડી
શાસનને ટેક્સ આપવામાં આપણને અથવા કોઈ પણ બિઝનેસમેનને વાંધો ન હોય શકે, પરંતુ સાથે સાથે આપણે એ ન વિચારવું જોઈએ કે, શાસનને આપણે કરોડો કરદાતાઓ આટલો તોતિંગ ટેક્સ આપીએ છીએ, એના બદલામાં આપણને નાગરિકોને શાસન શું આપે છે ?! આપણને આરોગ્ય અને શિક્ષણ તથા પિવાનું શુદ્ધ પાણી અને ચોખ્ખી હવા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય સ્વરૂૂપમાં મળતી નથી. આ તકે, આપણાં સંતાનો આપણને એમ પણ પૂછી શકે કે, ડેડી…આપણે અબજો ખરવો રૂૂપિયા શાસનને આપીએ છીએ, એ આખરે જાય છે ક્યાં ? તેના પારદર્શક હિસાબો આપણને કરદાતા નાગરિકો તરીકે મળવા ન જોઈએ ? અત્યારે તો ડિજિટલ યુગ છે, આધુનિક ટેકનોલોજિસ છે- શાસન ધારે તો પોતાની આવકજાવકના એક એક રૂૂપિયાનો હિસાબ આપણને ઓનલાઈન અને અપડેટેડ પણ આપી શકે. ન આપી શકે ?!

Tags :
corruptionindiaindia news
Advertisement
Next Article
Advertisement