જમ્મુમાં તાલીમબદ્ધ લડવૈયા સક્રિય હોવાનો ઘટસ્ફોટ
સેના ઉપર ગેરિલા પધ્ધતિથી હુમલા કરી ગાયબ થઈ જતાં આતંકીઓ, જૈશ-એ-મોહમ્મદ સંગઠન ફરી સક્રિય થયાની શંકા, ડોડામાં વધુ એક હુમલામાં બે જવાન ઘાયલ
જમ્મુના ડોડા જિલ્લામાં છેલ્લા ત્રણેક માસથી ઉત્પાત મચાવી રહેલા ત્રાસવાદીઓનો ખાત્મો કરવા કેન્દ્ર સરકારે જમ્મુ વિસ્તારમાં સાત હજાર જવાનોને ઉતારી શરૂ કરેલા સર્ચ ઓપરેશન વચ્ચે ગત રાત્રે લગભગ બે વાગ્યાના સુમારે ડોડા જિલ્લાના કાસ્તીગઢ વિસ્તારને જદન બાટા ગામમાં સરકારી શાળામાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલા સામસામા ગોળિબારમાં બે જવાનો ઘાયલ થયા છે.
બીજી તરફ જમ્મુ વિસ્તારમાં ત્રણેક માસમાં જ દસ હુમલા કરનાર આતંકવાદીઓ છ માસથી જમ્મુમાં ઘુસ્યા હોવાના અને તાલિમબદ્ધ લડવૈયા હોવાના અહેવાલો મળતા સેનાના અધિકારીઓ પણ ચોંક્યા છે. પાકિસ્તાનના પંજાબ તેમજ ખૈબર પખ્તુનવા પ્રદેશોના લડવૈયાઓને તાલિમ આપી આતંકવાદીઓના નવું જૂથ તૈયાર કરી જમ્મુમાં ઘુસાડવામાં આવ્યું છે. અને આ પૈકીના મોટાભાગના જૈશ એ મોહમ્મદ સંગઠને તૈયાર કર્યાનું પણ બહાર આવ્યું છે.
આ આતંકી જૂથ ગેરિલા પધ્ધતિથી અચાનક હુમલા કરી ગાયબ થઈ જાય છે. અને થોડો સમય ભુગર્ભમાં રહ્યા બાદ ફરી હુમલા કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પપીપલ્સ એન્ટી-ફાસિસ્ટ ફ્રન્ટથ એ અગાઉ પૂંચ-રાજૌરીમાં થયેલા હુમલા માટે શ્રેયનો દાવો કર્યો હતો, જ્યારે પકાશ્મીર ટાઈગર્સથ એ ડોડા-કઠુઆમાં તાજેતરમાં થયેલા હુમલાઓની જવાબદારી લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને જૂથો ઉંયખ મોરચા હોવાની શંકા છે.
આ જૂથો ઉચ્ચ પ્રશિક્ષિત, પ્રેરિત છે અને ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રના લોકો પાસે અફઘાનિસ્તાન સહિત યુદ્ધનો અનુભવ પણ હોઈ શકે છે, એમ સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું. પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ સૈનિકો પણ તેમાં સામેલ હોઈ શકે છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
જમ્મુના ડોડામાં 4 સૈનિકોને મારનાર આતંકવાદી જૂથ એક અઠવાડિયા પહેલા એન્કાઉન્ટર પછી ભાગી ગયું હતું. સુરક્ષા દળોને શંકા છે.
અત્યાર સુધીમાં, આ વર્ષે છ અલગ-અલગ હુમલાઓમાં આવા જૂથો દ્વારા 11 સશસ્ત્ર દળોના જવાનો માર્યા ગયા છે, જેમાં સામાન્ય રીતે ત્રણથી પાંચ માણસોનો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની જાનહાનિ છેલ્લા કેટલાક અઠવાડિયામાં જ થઈ છે. આ ઉપરાંત, ગયા મહિને રિયાસીમાં નાગરિક બસને નિશાન બનાવવામાં આવી ત્યારે નવ મુસાફરોના પણ મોત થયા હતા.
બીજાપુરમાં IED બ્લાસ્ટમાં બે જવાન શહીદ, 4 ઘવાયા
મહારાષ્ટ્રના ગઢિચિરોલીમાં ગઈકાલે સુરક્ષાદળો સાથેની અથડામણમાં 12 નકસલીઓના મોત થયા બાદ ગતરાત્રે રાયપુરના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે. જેમાં બે જવાનોનું બલિદાન આપવામાં આવ્યું છે. જ્યારે ચાર જવાનો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફ, કોબ્રા, સીએએફ, ડીઆરજી અને એસટીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં હતા, બુધવારે સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે તારેમ પોલીસ સ્ટેશનના મંડીમર્કાના જંગલોમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ પાઇપ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એસટીએફના હેડ કોન્સ્ટેબલ ભરત લાલ સાહુ અને કોન્સ્ટેબલ સતેર સિંહ શહીદ થયા હતા. જ્યારે પુરષોત્તમ નાગ, કોમલ યાદવ, સિયારામ સોરી અને સંજય કુમાર ઘાયલ થયા છે.