42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન
રેલવેને હજુ પણ ખબર નથી કે ગુડસ ટ્રેન આટલા લાંબા સમય સુધી કયાં હતી: સરકારે અહેવાલને રદિયો આપ્યો
ભારતીય રેલવે મોડેથી ચાલતું હોય એ સામાન્ય વાત છે, ઠંડીના દિવસોમાં આ સમય ક્યારેક 12 થી 24 કલાક સુધી લંબાય છે. જે અંતર 2-3 કલાકમાં કાપવું જોઈએ તે ટ્રેન શિયાળામાં 6-7 કલાકમાં કાપે છે. કેટલીકવાર તે તેના કરતાં પણ વધુ સમય લે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી મોડી આવતી ટ્રેન કઈ છે? આ ટ્રેને તેની મુસાફરી 42 કલાકમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ તેને ગંતવ્ય સ્થાને પહોંચવામાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો!
આ ઘટના વર્ષ 2014ની છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ઉત્તર પ્રદેશના બસ્તી સુધી એક માલસામાન ટ્રેને મુસાફરી કરવાની હતી. પરંતુ આ ટ્રેન લગભગ 4 વર્ષ મોડી પડી હતી.
આમ તો આ રસ્તો 42 કલાકમાં પૂર્ણ થાય છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ સૌથી મોડી પડેલી ટ્રેન છે. અહેવાલો અનુસાર, આ માલસામાન ટ્રેનને બસ્તી પહોંચવામાં 3 વર્ષ, 8 મહિના અને 7 દિવસનો સમય લાગ્યો હતો. જો કે સરકારે ખુલાસો કર્યો છે કે માલસામાનની હેરફેરમાં આટલો લાંબો સમય કયારેય લાગ્યો નથી.
બન્યું એવું કે, કોલોનીમાં રામચંદ્ર ગુપ્તા નામના એક વેપારી હતા. 2014 માં, તેમણે તેમના વ્યવસાય માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ, વિશાખાપટ્ટનમ પાસેથી ડી એમોનિયમ ફોસ્ફેટ મંગાવ્યો હતો. આ વસ્તુની કિંમત લગભગ 14 લાખ રૂૂપિયા હતી.
10 નવેમ્બર 2014ના રોજ માલસામાનની ટ્રેનમાં 1316 બોરીઓ ભરવામાં આવી હતી. ટ્રેન સમયસર સ્ટેશનેથી નીકળી. પરંતુ પછી એટલું મોડું થઈ ગયું કે તે 3 વર્ષ અને 8 મહિના પછી એટલે કે 25 જુલાઈ 2018ના રોજ ઉત્તર પ્રદેશના બસ્તી પહોંચ્યું.
આ જાણીને રેલવે કર્મચારીઓ અને અન્ય સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. ટ્રેન 42 કલાકમાં મુસાફરી પૂરી કરવાની હતી. નવેમ્બર 2014માં જ્યારે ટ્રેન બસ્તી ન પહોંચી ત્યારે રામચંદ્ર ગુપ્તાએ રેલવેનો સંપર્ક કર્યો અને અનેક લેખિત ફરિયાદો નોંધાવી. પરંતુ વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ પાછળથી ખબર પડી કે ટ્રેન રસ્તામાં જ ગાયબ થઈ ગઈ અને પોતાનો રસ્તો ભૂલી ગઈ.
ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું
અહેવાલ મુજબ, નોર્થ ઈસ્ટર્ન રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી સંજય યાદવે કહ્યું હતું કે, જ્યારે કોઈ કોચ અથવા બોગીને મુસાફરી માટે અયોગ્ય માનવામાં આવે છે, ત્યારે તેને યાર્ડમાં મોકલવામાં આવે છે. એવું લાગે છે કે કદાચ આ ટ્રેન સાથે પણ એવું જ બન્યું હશે, તે લાંબા સમયથી કોઈક યાર્ડમાં ઊભી રહી હશે. તપાસ કર્યા બાદ જ ટ્રેન બસ્તી સ્ટેશન પહોંચી. જોકે, ટ્રેન ક્યાં મોડી પડી અને આટલો લાંબો સમય ક્યાં હતી તે અંગે કંઈ જાણી શકાયું નથી. આટલી લાંબી રાહ જોયા બાદ તે ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું હતું.