કાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોત
ઉત્તર પ્રદેશના ચુનાર રેલવે સ્ટેશને સવારે ગોઝારી દુર્ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાઓ કાલકા-હાવડા એકસપ્રેસ અડફેટે ચડી જતાં કંપારીજનક દૃશ્યો, અનેક યાત્રિકો ઘાયલ થયાના અહેવાલ
દેશના છત્તીસગઢના બિલાસપૂર જિલ્લામાં ગઈકાલે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 11 લોકોના મોત થયા બાદ આજે સવારે 9.30 વાગ્યે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલવે સ્ટેશને કાલકા- હાલડા ટ્રેન હડફેટે છ મહિલા અને બે સગીરા સહિત 8 યાત્રિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે અનેક યાત્રિકો ઘવાયા હોવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. બુધવારે સવારે ચુનાર રેલ્વે સ્ટેશન પર 8 યાત્રાળુઓ કાલકા એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. રેલવે ટ્રેક પાર કરતી વખતે તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ચુનાર રેલ્વે સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ હતી. આરપીએફ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખોટી દિશામાં ઉતરવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. ચુનાર રેલ્વે સ્ટેશન પર ગોમોહ ચોપન પેસેન્જરમાંથી બધા યાત્રાળુઓ ઉતરી ગયા હતા. તેઓ સ્ટેશન છોડવા માટે પ્લેટફોર્મ પાર કરી રહ્યા હતા. પ્લેટફોર્મ પાર કરતી વખતે, તેઓ હાવડાથી કાલકા જઈ રહેલી કાલકા મેલની અડફેટે આવી ગયા હતા.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે આ તમામ યાત્રિકો પૂર્ણિમાનું સ્નાન કરવા ગંગાઘાટ જઈ રહ્યા હતા અને રેલવે સ્ટેશન ઉપર ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતાં તે સમયે જ પેસેન્જર ટ્રેન આવી પહોંચી હતી.
પરંતુ ભારે ભીડના કારણે યાત્રિકો રેલવે ટ્રેક ક્રોસ નહીં કરી શકતા 8 યાત્રિકો ટ્રેન હેઠળ કપાઈ ગયા હતાં. ઘટના સ્થળે અત્યંત કંપારીજનક દ્રશ્યો જોવા મળ્યા હતાં. કેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. કાલકા હાવડા એકસપ્રેસ ટ્રેનનો આ ચુનાર રેલવે સ્ટેશને સ્ટોપ ન હોવાથી પ્લેટફોર્મ નં.3 પર પૂરઝડપે ટ્રેન પસાર થઈ હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
અકસ્માત બાદ ચુનાર રેલ્વે સ્ટેશન પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ) એ મુસાફરોને પાટા ઓળંગવા ન દેવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને રાહત કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો.
બિલાસપુરમાં ઊભેલી માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાતાં 11નાં મોત
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં ગઇકાલે કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બિલાસપુરના કલેક્ટર સંજય અગ્રવાલે પુષ્ટિ કરી કે 11 લોકોનાં મોત થયાં છે, બે લોકો કોચની અંદર ફસાયા છે અને બાળકો સહિત 15-20 લોકો ઘાયલ થયા છે.રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે. કોર્બા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના અનેક ડબ્બા ભારે નુકસાન પામ્યા હતા. બચાવ ટીમ મુસાફરોને બહાર કાઢવા માટે કામ કરી રહી છે. રેલવે અને સ્થાનિક વહીવટી ટીમો ઘટનાસ્થળે કામ ચાલુ રાખ્યું હતું.બિલાસપુરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત બાદ મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી.
