ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

10:17 AM Sep 07, 2024 IST | Bhumika
Advertisement

મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે સદભાગ્યે તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે.

Advertisement

રેલવે અધિકારીના જણાવ્યાનુસાર આ ટ્રેન દુર્ઘટના પ્લેટફોર્મથી ટ્રેન ઉપડ્યાં બાદ લગભગ 150-200 મીટર દૂર થઇ હતી. તે સમયે સવારના 5:50 વાગી રહ્યા હતા. તમામ યાત્રીઓ પણ સુરક્ષિત છે અને તેમને પોતાના ઘરે અન્ય વ્યવસ્થા દ્વારા રવાના કરાયા હતા. હવે ટ્રેન ઓપરેશનની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનને પણ પાટા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Tags :
indiaindia newsJabalpur Somnath Express trainMADHYA PRADESHrailway systemTRAIN ACCIDENT
Advertisement
Next Article
Advertisement