પરેશ રાવલની સામાજિક ડ્રામા ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ
11:03 AM Oct 17, 2025 IST | Bhumika
અભિનેતા પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીના 2 મિનિટ 58 સેક્ધડના ટ્રેલરમાં અભિનેતા બૌદ્ધિક આતંકવાદના મુદ્દે લડતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ તાજમહેલના નિર્માણ પર સવાલ ઉભા કરે છે. પરેશ રાવલની સામાજિક ડ્રામા ફિલ્મનું ડિરેક્શન તુષાર અમરીશ ગોયલે કર્યું છે, જ્યારે ક્રિએટિવ પ્રોડ્યૂસર વિકાસ રાધેશમ અને રોહિત શર્મા સંગીતકાર છે.
Advertisement
ધ તાજ સ્ટોરીમાં પરેશ રાવલ વિષ્ણુદાસ ગાઇડના રોલ નીભાવ્યો છે, જે તાજમહેલના નિર્માણથી જોડાયેલા ઐતિહાસિક તથ્યો પર સવાલ ઉઠાવે છે. ફિલ્મ દ્વારા એવો સવાલ પણ ઉભો કરવામાં આવ્યો છે કે શું આઝાદીના 79 વર્ષ બાદ પણ ભારત બૌદ્ધિક આતંકવાદનો ગુલામ છે. ફિલ્મમાં પરેશ રાવલ સિવાય ઝાકિર ખાન, અમૃતા ખાનવિલકર, સ્નેહા વાઘ અને નમિતા દાસ મહત્ત્વના રોલમાં જોવા મળી રહ્યા છે.
Advertisement
Advertisement