છત્તીસગઢના શક્તિ જિલ્લામાં દુર્ઘટના: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4 કામદારોના મોત અને અનેક ઘાયલ
છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આજે મોટી દુર્ઘટના બની છે. શક્તિ જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4કામદારોના મોત થયા છે જયારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ જણાવ્યું કે આ દુર્ઘટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટમાં બની છે.
પ્રારંભિક માહિતી અનુસાર, 10 કામદારો લિફ્ટની અંદર હતા અને તેમના નિયમિત કામ પછી તેઓ નીચે ઉતરી રહ્યા હતા.આ દરમિયના અચાનક લિફ્ટ તૂટી હતી. જેના કારણે બધા ઘાયલ થયા. દુર્ઘટના બાદ ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ચાર લોકોના મોત થઈ ગયા છે. બીજી તરફ અન્ય છ ઘાયલોની સારવાર ચાલી રહી છે
સક્તી જિલ્લાના એસપી અંકિતા શર્માએ જણાવ્યું કે, લિફ્ટની ક્ષમતા આશરે 2,000 કિલોગ્રામ છે અને તાજેતરમાં 29 સપ્ટેમ્બરના રોજ જાળવણી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ઘટનાનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.