ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજન

05:06 PM Oct 17, 2025 IST | Bhumika
Advertisement

નવા વ્યાપારના ચોપડા, જમીન-મકાન, વાહન અને દાગીનાની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક

Advertisement

આસો વદ-બારસ ને શનીવાર તા. 18-10-25 ના દિવસે બપોરે 12.18 કલાકે થી તેરસ તિથિનો પ્રારંભ થશે. ધનતેરસ તિથિનું મહત્વ સાંજે પ્રદોષ કાળનું હોતા નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે શનીવારે બારસના દિવસે ધનતેરસ છે.

ધનતેરસના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી. ઘર મા રહેલા સોના ચાંદીના દાગીનાની પૂજા કરવી. લક્ષ્મીપૂજન કરવું. વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી કરવી, નવા વાહનની ખરીદી કરવી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજીએ પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બલિરાજાના કેદમાંથી છોડાવેલા આથી પણ ધનતેરસનુ મહત્વ વધારે છે.

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનના નામની સાથે રૂૂકમણીજી, મિત્રવૃંદા, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, કાલિન્દી આ નામ બોલવાથી શાંતિની પ્રાપ્તિ થશે. એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજા એ વરદાન આપેલું કે ધનતેરસના દિવસે જે લોકો યમદિપ દાન દેશે તેને યમયાતના સહવી પડશે નહીં.

ધનતેરસના દિવસે સાંજના સમયે યમ દિપદાન કરવું. ધનતેરસના દિવસે મંગળવારે સાંજના સમયે દિવસ આથમ્યા પછી સાંજના દિવસ આથમ્યા પછી ઘરની અથવા ફ્લેટના મુખ્ય દરવાજા કે બારણાં પાસે બહાર ચોખાની ઢગલી કરવી. તેના ઉપર માટીના કોડીયામા રૂૂની વાટ મૂકી અને તલના તેલ નો દિવો કરવો. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પ્રાર્થના કરવી. મને અને મારા પરિવારને કોઈ દિવસ યમ યાતના ન મળે. આ રીતની પ્રાર્થના કરવી. ધનતેરસના દિવસે આ રીતના યમ દિપદાન કરવાથી અપમૃત્યુ, અકાળમૃત્યુ તથા બિમારીનો ભય રહેતો નથી.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું. દેવ દાનવોની સમૃદ્ર મંથન સમયે સંસારના સર્વરોગ નાબૂદ કરવા ઔષધિનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે સારા આરોગ્યની કામના માટે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે વૈદ્યો અને ડોક્ટર ભગવાન ધન્વંતરીનું પૂજન કરશે.

ભગવાન ધન્વંતરીનું પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે. ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ સમયમાં એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી લક્ષ્મીજીની છબી રાખવી. દિવો, અગરબત્તી કરી ત્યારબાદ શ્રીયંત્ર અથવા લક્ષ્મીજીના સિક્કા પર સાકરવાળા દૂધથી શ્રી સુક્ત બોલતા બોલતા અથવા તો ૐ મહલક્ષ્મયૈ નમ: બોલતા બોલતા અભિષેક કરવો. ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું. સાફ કરી નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું. અબીલ, ગુલાલ કંકુ ચડાવી સાકર પેંડાનું નૈવેધ ધરી આરતી કરવી અને ક્ષમા યાચના માંગવી. આમ ધનતેરસના દિવસે પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

એ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજના સમયે જુના દાગીના નું પૂજન પણ કરવું ઘરમાં રહેલ તિજોરીમાં રહેલ ધનનુ પૂજન કરવું સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. ઘરમાં ધનતેરસના દિવસે ઉપયોગી ચીજવસ્તુ વાસણોની ખરીદી કરવાની પણ પરંપરા છે. ધનતેરસના દિવસે લોકો ઘર સાફ કરવાની જૂની સાવરણી બદલાવી નવી સાવરણી નો ઉપયોગ કરતા હોય છે આ પરંપરા પણ છે.

ધનતેરસના શુભ મુહૂર્તો ચોઘડિયા પ્રમાણે શુભ સમયની યાદી
સવારે : શુભ 8-12 થી 9-39
બપોરના ચોઘડીયા : ચલ, 12-32 થી 1.58
ાભ 1.58 થી 3-25
અમૃત 3-25 થી 4-51
રાત્રીના ચોઘડીયા : લાભ 6-18 થી 7-પર
શુભ, અમૃત 9-રપ થી 12-32
પ્રદોષ કાળનો શુભ સમય રાત્રે 6-19 થી 8-48

Tags :
dhanterasDhanteras newsdharmikdharmik 2025indiaindia news
Advertisement
Next Article
Advertisement