કાલે 19000 ગરીબ બાળકો વાનખેડે સ્ટેડિયમમાં લાઇવ મેચ નિહાળશે
મુંબઇ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ 2010થી આ ઇવેન્ટ શરૂ કરી છે
27 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. મુંબઈ ઈન્ડિયન્સ ગરીબ બાળકોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યું છે. હકીકતમાં, વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝ વિવિધ પૃષ્ઠભૂમિના 19,000 બાળકોનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં 200 સ્પેશિયલ બાળકોનો પણ સમાવેશ થશે. તે બધા તેમના ક્રિકેટ આઈડલને લાઈવ રમતા જોઈ શકશે અને મેચનો આનંદ માણી શકશે.
27 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) ઈવેન્ટની ઉજવણી કરવામાં આવશે. આ પહેલ ફ્રેન્ચાઈઝના માલિક નીતા અંબાણીએ 2010માં શરૂૂ કરી હતી. ત્યારથી, આ ઈવેન્ટ દર વર્ષે IPLમાં મુંબઈમાં એક મેચમાં આયોજિત થાય છે.
મેચ જોવા આવનારા બાળકોને લાઈવ ક્રિકેટનો રોમાંચ જોવાની, ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરવાની અને વાનખેડે સ્ટેડિયમના રોમાંચક વાતાવરણનો આનંદ માણવાની તક મળશે. આમાં, હજારો બાળકો પહેલીવાર લાઈવ ક્રિકેટ જોવા માટે આવવાના છે. રિલાયન્સ ફાઉન્ડેશને આ માટે વિવિધ NGO સાથે હાથ મિલાવ્યા છે. બાળકોને હોસ્ટ કરતા પહેલા નીતા અંબાણીએ તેમની ટીમના ખેલાડીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું, તેમના માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો. તેઓ મેચ જોવા માટે વર્ષો સુધી લાઈનમાં ઉભા રહે છે.
2010માં શરૂૂ થયેલી આ પહેલનો ઉદ્દેશ્ય તમામ વર્ગના બાળકોને શિક્ષણ અને રમતગમત પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા યુવાનોને રમતગમત અને શિક્ષણમાં ભાગ લેવાની તક આપવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલ આગામી પેઢીને બંને ક્ષેત્રોમાં ભાગ લેવા પ્રેરણા આપે છે અને સશક્ત પણ બનાવે છે.