For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં સિરિયલનો આજનો એપિસોડ સમાજપયોગી સંદેશ સાથે થશે પ્રસારિત

04:49 PM Jul 15, 2024 IST | Bhumika
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં સિરિયલનો આજનો એપિસોડ સમાજપયોગી સંદેશ સાથે થશે પ્રસારિત
Advertisement

વર્ષોથી સોની સબ ચેનલ ઉપર પ્રસારિત થતી અને ઘરે ઘરે લોકપ્રિય બનેલી અસિત મોદી દિગ્દર્શિત કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલનો તા15મીને સોમવારનો એપિસોડ સમાજોપયોગી સંદેશા સાથે પ્રસારિત થવાનો છે. આ એપિસોડ જોવાનું ચૂકશો નહીં તેવી અપીલ પ્રોજેકટ ’લાઈફ’ અને લાઈફ બ્લડ સેન્ટર દ્વારા કરવામાં આવી છે. શનિવારે પ્રસિદ્ધ થયેલા એપિસોડમાં પત્રકાર પોપટલાલની સગાઈ વિશે વાત કરવામાં આવી હતી. સગાઈની તૈયારી વચ્ચે પોપટલાલ ગુમ થઈ જાય છે અને દોડધામ મચી જાય છે.

પોપટલાલ ઘણા સમયથી ક્ધયા શોધતા હતા અને જ્યારે ક્ધયા મળી ત્યારે સગાઈ ટાંકણે જ તેઓ ગુમ થઈ ગઈ છે. તે શા માટે ગુમ થઈ જાય છે અને તેના કારણ પાછળ કયો સંદેશો છે તે તારીખ 15 ને સોમવારે રાત્રે 8.30 કલાકે અને રીપીટ રાત્રે 11.00 વાગે સોની સબ ઉપર પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે.પ્રોજેકટ ’લાઈફ’ અને લાઈફ બ્લડ સેન્ટર ના જોઈન્ટ એકિઝક્યુટિવ ટ્રસ્ટી મિતલ કોટિયા શાહે લોકોને આ એપિસોડ ખાસ જોવા માટે અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આપણા જીવનમાં અનેક બાબતો એવી હોય છે જેના અંગે અવેરનેસ રાખવામાં આવે તો તે ઘણું ઉપયોગી બને છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સોમવારનો એપિસોડ પણ એક આવા ઉપયોગી મેસેજ સાથે પ્રસારિત થવાનો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement