રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજે ભારતીય બંધારણ દિવસ

05:20 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે પારિત અને 26 જાન્યુઆરી 1950થી લાગુ થઇ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું

આજનો દિવસ દરેક ભારતીયો માટે મહત્વનો છે કેમ બંધારણ દ્વારા મહિલાઓ ખેડૂતો વંચિતો આદિવાસીઓ ઓબીસી વર્ગ આમ દરેક વર્ગ માટે સવલતો પ્રાપ્ત થઈ અને વિકાસ થયો. ભારતના સંવિધાન દિવસનો ઇતિહાસ અને મહત્વ વિશે જાણવું આજના યુવા વર્ગ માટે ખૂબ જ જરૂૂરી છે. આજે દરેક વર્ગના લોકો સુખી છે તેનું મૂળ કારણ ભારતનું બંધારણ છે.બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ડો. પંકજ મુછડિયા જણાવે છે કે બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે.

આ વખતે 26 નવેમ્બર ભારત 10મો સંવિધાન દિવસ ઉજવશે. વર્ષ 2024 માં ભારતમાં બંધારણની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. ભીમરાવ રામજી આંબેડકરનું છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારને પ્રોત્સાહન આપે છે. ભારતમાં લોકશાહી બંધારણ વર્ષ 1949માં અપનાવવામાં આવ્યું હતું. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.

નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે. દેશના બંધારણનું પાલન એ લોકશાહી સિદ્ધાંતોની યાદ અપાવે છે જે રાષ્ટ્રને માર્ગદર્શન આપે છે. આ દિવસને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ રામજી આંબેડકરની 125મી જન્મજયંતિની યાદમાં જાહેર કરવામાં આવ્યો હતો.ભારત સ્વતંત્ર થયા બાદ બંધારણ સભાએ ડો. બી.આર. આંબેડકરની આગેવાની હેઠળની સમિતિને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. ડો. આંબેડકરે ખુબ જ મહેનત કરી બંધારણ તૈયાર કર્યું જેનો લાભ સૌને મળી રહ્યો છે.

બંધારણ સભાની સ્થાપના 1946માં થઈ હતી અને સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું મહત્ત્વપૂર્ણ અને સૌથી ઐતિહાસિક કાર્ય પૂર્ણ કરવામાં બંધારણ સભાને લગભગ બે વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યાં જેમાં કુલ 166 બેઠકો થઈ હતી. ડો. ભીમરાવ રામજી આંબેકરને ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.

Tags :
indiaindia newsIndian Constitution Day
Advertisement
Next Article
Advertisement