ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાસરિયા-પિયરિયા વચ્ચેનો સંપત્તિ વિવાદ ઉભો ન થાય તે માટે સ્ત્રીએ વસિયત બનાવવી જોઇએ: સુપ્રીમ

11:17 AM Nov 20, 2025 IST | Bhumika
Advertisement

હિંદુ ઉત્તારધિકાર કાયદા અન્વયે મૃત્યુ પામનારની મિલકત પતિ અથવા સાસરિયા પક્ષને ફાળે જાય છે

Advertisement

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હિન્દુ મહિલાઓને પોતાની સંપત્તિ માટે વસિયત (Will) બનાવવાની સલાહ આપી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે નિ:સંતાન વિધવાઓની મિલકત તેમના પિયર પક્ષને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો મહિલાઓ પોતાના જીવનકાળ દરમિયાન સ્પષ્ટ વસિયત બનાવી લે, તો તેમના મૃત્યુ બાદ માતા-પિતા અને સાસરિયાં વચ્ચે મિલકતને લઈને થતા કલેશને ટાળી શકાય છે.

આ સમગ્ર મામલો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succession Act)ની કલમ 15 અને 16 સાથે જોડાયેલો છે. આ કલમો અનુસાર, જો કોઈ હિન્દુ મહિલા વસિયત કર્યા વિના મૃત્યુ પામે અને તે નિ:સંતાન હોય, તો તેની મિલકત આપોઆપ તેના પતિને મળે છે. જો પતિ હયાત ન હોય, તો સંપત્તિ પતિના વારસદારો એટલે કે સાસરિયાં પક્ષને જાય છે. કાયદા મુજબ, જો પતિનો કોઈ વારસદાર ન હોય તો જ મિલકત મહિલાના માતા-પિતા કે ભાઈ-બહેનોને મળી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં આ કાયદાકીય જોગવાઈઓને પડકારવામાં આવી હતી. અરજદારોની દલીલ હતી કે આધુનિક સમયમાં જ્યારે મહિલાઓ સ્વનિર્ભર છે અને પોતાની કમાણીથી મિલકત વસાવે છે, ત્યારે આ વ્યવસ્થા તેમની સાથે ભેદભાવ કરે છે. નિ:સંતાન મૃત્યુના કિસ્સામાં તેમની સ્વ-ઉપાર્જિત મિલકત પર તેમના પિયર પક્ષનો અધિકાર હોવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

25 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણી કરતી વખતે બેન્ચે અરજીની માંગણીને ભારતીય સામાજિક માળખા સાથે જોડી હતી. જસ્ટિસ નાગરત્નાએ ટાંક્યું હતું કે, હિન્દુ પરંપરા મુજબ, લગ્ન પછી સ્ત્રી તેના પતિના પરિવારનો અભિન્ન ભાગ બની જાય છે અને તેનું ગોત્ર પણ બદલાઈ જાય છે. કાયદાકીય રીતે પણ ભરણપોષણની જવાબદારી પતિ અને સાસરિયાંની હોય છે, માતા-પિતાની નહીં. તેથી, મહિલા સાસરિયાં પાસેથી હક માંગે છે, પિયર પાસેથી નહીં.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદો મહિલાઓને તેમની મિલકત જેને ઈચ્છે તેને આપતા રોકતો નથી. જો કોઈ સ્ત્રી ઈચ્છે કે તેની સંપત્તિ તેના માતા-પિતાને મળે, તો તેણે ફક્ત એક પવસિયતથ બનાવવાની જરૂૂર છે. પરંતુ જો તે વસિયત કર્યા વિના મૃત્યુ પામે છે, તો કાયદો પતિના પરિવારને પ્રાથમિકતા આપે છે. કોર્ટે કહ્યું, અમે એવો કોઈ નિર્ણય આપવા માંગતા નથી જે હજારો વર્ષોથી ચાલી આવતી હિન્દુ સામાજિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડે. અધિકારો અને સામાજિક રચના વચ્ચે સંતુલન હોવું જરૂૂરી છે.

બુધવાર, 19 નવેમ્બરના રોજ પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે આવા કિસ્સાઓમાં કાનૂની લડાઈને બદલે મધ્યસ્થી (ખયમશફશિંજ્ઞક્ષ) પર ભાર મૂક્યો હતો. કોર્ટે સૂચન કર્યું કે જો કોઈ નિ:સંતાન વિધવા વસિયત વિના મૃત્યુ પામે, તો તેના માતા-પિતાએ કોર્ટ કેસ કરતા પહેલા સાસરિયાં પક્ષ સાથે બેસીને મધ્યસ્થી દ્વારા સમાધાનનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રક્રિયા દ્વારા આવતો ઉકેલ સિવિલ કોર્ટના હુકમનામા જેટલો જ માન્ય ગણાશે.

 

Tags :
indiaindia newspropertySupreme Court
Advertisement
Next Article
Advertisement