અંગત પળોના વીડિયો, બ્લેક મેઈલિંગથી થાકેલા યુગલની કારમાં સળગી આત્મહત્યા
તેલંગાણાના ઘાટકેસરમાં આઉટર રિંગ સર્વિસ રોડ એક કપલે કારમાં સળગીને આપઘાત કર્યો હતો. પર્વતમ શ્રીરામ અને તેની સગીર ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે કારમાં બેસીને તેને સળગાવી મૂકી હતી અને જોતજોતામાં સળગીને કોલસો થઈ ગયાં હતા. આગમાં સળગી ગયેલી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
તેઓ બંને ગાઢ મિત્રો બની ગયા અને એક બીજાના પ્રેમમાં પડી ગયા તેમાં એક દિવસ સંબંધ બાંધતા હતા ત્યારે ચિન્ટુ નામના શખ્સે તેમના અંતરંગ સંબંધના ફોટા પાડી લીધાં હતા અને અંતરંગ ફોટા દેખાડી દેખાડીને તેમની પાસેથી પૈસા વસૂલી રહ્યો હતો. પોતાનો સંબંધ કોઈને ખબર ન પડે એટલે શ્રીરામ ચિન્ટુ પૈસા આપતો રહ્યો હતો અને આવું કરતાં કરતાં તેણે ₹1.35 લાખ ચૂકવ્યા હતા તેમ છતાં પણ ચિન્ટુની પૈસાની માગણી ચાલુ રહી હતી આખરે કંટાળીને બન્નેએ આ રીતે મરી જવાનો નિર્ણય કર્યો હતો.
આ ઘટના નજીકના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોએ જોઈ હતી અને તેઓ તરત દોડી આવ્યાં હતા, અને ડોલે ડોલે પાણી છાંટીને આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે પળમાં બન્નેને કોલસો કરી નાખ્યાં હતા, કાર પણ આખી સળગીને ખાખ થઈ ગઈ હતી. સળગતો સળગતો શ્રીરામ કારની બહાર આવ્યો પરંતુ રસ્તા પર ઢળી પડતાં ત્યાં જ મર્યો હતો જ્યારે છોકરી કારમાં કોલસો બની હતી.
પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે દંપતીએ ચિન્ટુ નામના વ્યક્તિ, જેને મહેશ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના ત્રાસને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.