For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ટિકટોક ફરી દેખાઈ; પ્રતિબંધ હટાવ્યાની સરકારની ના

11:20 AM Aug 23, 2025 IST | Bhumika
ભારતમાં ટિકટોક ફરી દેખાઈ  પ્રતિબંધ હટાવ્યાની સરકારની ના

કેટલાક યુઝર્સ વેબસાઈટ એક્સેસ કરી શકતા હોવાનો દાવો

Advertisement

સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ દ્વારા દાવો કરાઇ રહ્યો છે કે ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે, જો કે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે ટિકટોકને અનબ્લોક કરવાનો કોઇ આદેશ જાહેર નથી કર્યો. એવું કોઇ પણ નિવેદન કે સમાચાર ખોટા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઇનીઝ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે. જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. હકીકતમાં, 2020માં ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ઘણા વપરાશકર્તાઓ TikTokની વેબસાઇટ ઍક્સેસ કરી શકે છે,
પરંતુ આ એપ્લિકેશન Google Play Store અને આાહય આા Store પર દેખાતી નથી. TikTok કે તેની પેરેન્ટ કંપની Bytedance એ એપના ભારતમાં પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જૂન 2020માં જ્યારે ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement