For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાલુ કારે ગુટખા થૂંકવા જતા ત્રણ લોકો બહાર ફેંકાયા

11:05 AM Jun 05, 2025 IST | Bhumika
ચાલુ કારે ગુટખા થૂંકવા જતા ત્રણ લોકો બહાર ફેંકાયા

છત્તીસગઢમાં બિલાસપુર-રાયપુર હાઈવે પર ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં કાપડના વેપારીનું મોત થયું છે. આ દુખદ દુર્ઘટના ત્યારે બની, જ્યારે 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહેલી ઈનોવા કારના ડ્રાઈવરે દરવાજો ખોલી દીધો, કારણ કે તેને ગુટખા થૂંકવી હતી. પોલીસે આપેલી જાણકારી મુજબ, બિલાસપુરના બહારના વિસ્તારમાં કપડાના વેપારી જેકી ગેહી(31) પોતાના મિત્ર આકાશ ચાંદની અને પંકજ છાબડાની સાથે મોડી રાત્રે પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા.

Advertisement

હકીકતમાં જેકીએ રવિવારે મોડી રાત્રે એક પાર્ટી કરી હતી. રાત્રે લગભગ 1-30 કલાકે આકાશે તેને પિક કરવા માટે બોલાવ્યો હતો અને એ પંકજની સાથે ઈનોવા લઈને પહોંચ્યો હતો.

આકાશે કાર ચલાવતી વખતે ગુટખા થૂંકવા ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલ્યો. કાર અનિયંત્રિત થઈ ગઈ અને ત્રણ લોકો કારમાંથી બહાર પડ્યા હતા. જેકી હવામાં ઉછળીને ડિવાઈડરની સાથે ટકરાયો, જેમાં એનું મોત થયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement