35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને તેને પૂર્ણ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુખ્યમંત્રી કહે છે કે કોઈને પણ સ્ટેડિયમમાં આટલી મોટી ભીડ આવવાની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35 હજાર લોકોની ક્ષમતા છે, જ્યારે વિજય ઉજવણી કાર્યક્રમમાં બે થી ત્રણ લાખ લોકો આવ્યા હતા. સરકારે મૃતકોના પરિવારોને 10 લાખ રૂૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા. નાસભાગ મચી ગઈ. કોઈને પણ આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.