હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા
કુલ્લુના મુલથાનમાં વાદળો ફાટતાં ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળમાં દટાયા,
583 રસ્તા બંધ, વીજપૂરવઠો પણ ઠપ
હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. વિગતો મુજબ રાજ્યના કુલ્લુ, શિમલા, લાહૌલ સ્પીતિ, કિન્નૌર અને કાંગડાના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ઘણું નુકસાન થયું છે. શુક્રવારે કુલ્લુના પહાનાલા અને કાંગડાના છોટા ભંગલના મુલથાનમાં વાદળો ફાટ્યા હતા અને અહીં ઘણું નુકસાન જોવા મળ્યું હતું.
શુક્રવારે રાત્રે પણ કુલ્લુના ગાંધીનગરમાં ભૂસ્ખલન ચાલુ રહ્યું અને અહીંથી લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત થયા છે. જોકે શનિવારે રાજ્યમાં હવામાન સાફ થઈ ગયું છે અને સૂર્ય ચમકવા લાગ્યો છે. આ તરફ ચંબા જિલ્લાના પાંગી ખીણમાં કુમાર પંચાયતના કોકરોલુ ગામમાં હિમપ્રપાતમાં ત્રણ લોકોના મોત થયા છે.
અને ત્રણ લોકો ઘાયલ થયા છે. કુલ્લુ જિલ્લાના પહાનાલાના ઊંચા પહાડો પર વાદળ ફાટવાથી ડઝનબંધ વાહનો કાટમાળમાં ફસાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળે 48 કલાકમાં કુલ 22 વાહનો તણાઇ ગયા હતા જયારે અનેક વાહનો ભુસ્ખલનના કાટમાળમાં દટાઇ ગયા છે.
સાંજે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં પરિવહન અને વીજ પુરવઠો ભારે પ્રભાવિત થયો છે. પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 583 રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં 85 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,263 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નિષ્ફળ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને 279 પાણી પુરવઠા યોજનાઓને પણ અસર થઈ છે.
ચંબા જિલ્લામાં સૌથી વધુ 125 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. કિન્નૌર જિલ્લામાં 76 રસ્તાઓ બંધ છે, જ્યાં ભારે હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. કુલ્લુ જિલ્લામાં 31 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં રોહતાંગ પાસ (ગઇં-03), મનાલીથી ઝાલોરી પાસ (ગઇં-305) અને સોલાંગ નાલા અઝછનો સમાવેશ થાય છે. જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાહૌલ-સ્પિતિ જિલ્લામાં 82 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યાં હિમવર્ષાને કારણે શિંકુલા, કાઝા અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.
મંડી જિલ્લામાં 41 રસ્તાઓ બંધ છે, જેમાં ગઇં-21 (મંડીથી કુલ્લુ) અને બાંલા-જલોરી ટનલ નજીકનો રસ્તો શામેલ છે. આના કારણે મંડીથી કુલ્લુ સુધીનો મુખ્ય રસ્તો પણ ઠપ્પ થઈ ગયો છે. શિમલા જિલ્લામાં 30 રસ્તાઓ બંધ છે, જેના કારણે રામપુર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ખોરવાઈ ગયો છે. સિરમૌર જિલ્લામાં પણ 30 રસ્તા બંધ છે, જ્યારે ઉનામાં 6 રસ્તા બંધ છે.
આ આપત્તિના કારણે વીજ પુરવઠા પર પણ ગંભીર અસર પડી છે. કુલ્લુ જિલ્લામાં 975, કિન્નૌરમાં 396 અને મંડીમાં 571 ટ્રાન્સફોર્મર પ્રભાવિત થયા છે, જેના કારણે આ જિલ્લાઓમાં મોટા પાયે વીજળી ગુલ થઈ ગઈ છે. કુલ્લુમાં 125, શિમલામાં 25 અને ચંબામાં 16 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મનાલીમાં સંપૂર્ણ અંધારપટ છે.
દિલ્હીમાં વરસાદ, અલીગઢ-આગ્રામાં કરા પડ્યા
હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-ઉત્તરપ્રદેશથી લઈને ભારતના અનેક રાજ્યોમાં સ્થિતિ બદલાઈ રહી છે. જ્યાં દિલ્હીમાં હવામાને ગુલાંટ મારતા વરસાદ શરૂૂ થયો છે ત્યારે અચાનક જ ઠંડીનું જોર પણ વધી ગયું છે. આ સાથે ઉત્તરપ્રદેશના અલીગઢ અને આગરા સહિત અનેક જિલ્લામાં વરસાદની સાથે કરાંવૃષ્ટિની સ્થિતિ જોવા મળી. જેના કારણે ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે પેસિફિક મહાસાગરમાં લા નીના એક્ટિવ થતા અસર દેખાવા લાગી છે. આ વખતે હવામાન ખૂબ જ ગરબડવાળું છે અને આગળ પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. સામાન્ય ઠંડી બાદ હવે અસામાન્ય ગરમી માટે તૈયાર રહેવું પડશે. માર્ચથી મે સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.
બદ્રીનાથ નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 47 મજૂરને બચાવાયા: 8 હજુ લાપતા
ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ નજીક માના ગામમાં શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે પહાડી પરથી મોટો હિમપ્રપાત થયો હતો. જેના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કેમ્પની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. ત્યાં રહેતા કુલ 55 મજૂરોમાંથી 47ને આર્મી અને ITBP દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. 8 મજૂરો હજુ પણ ગુમ છે. સતત હિમવર્ષાના કારણે બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો હતો. હિમવર્ષાના કારણે માર્ગ બંધ થવાને કારણે પ્રશાસનની ટીમો ત્યાં પહોંચી શકી ન હતી. આ અકસ્માત બદ્રીનાથથી ત્રણ કિમી આગળ અને માના ગામથી એક કિમી આગળ માના પાસ તરફ જતા બોર્ડર રોડ પર થયો હતો. અહીં નર પર્વતની ટોચ પરથી હિમપ્રપાત થયો હતો. જ્યાં બરફ પડ્યો હતો ત્યાંBRO લેબર કેમ્પ છે.BRO ની અધિકૃત માર્ગ નિર્માણ કંપનીના 55 કામદારો તેમાં હાજર હતા. હિમસ્ખલનના મોટા અવાજો સાંભળીને કેમ્પમાં ગભરાટ ફેલાયો હતો. ડીજીપી દીપમ સેઠે જણાવ્યું કે ઈંઝઇઙ અને સેનાએ બચાવ કામગીરી શરૂૂ કરી છે અને 47 મજૂરોને માના સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા છે.