For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફરિદાબાદમાં ભાજપના MLAની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત

11:13 AM Jan 01, 2025 IST | Bhumika
ફરિદાબાદમાં ભાજપના mlaની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત

દિલ્હીના ફરિદાબાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા. અહીં ફરિદાબાદમાં પલવલ સોહના માર્ગ પર ઘૂઘેરા નજીક ભાજપના ધારાસભ્યના સ્ટીકરવાળી એક પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ અન્ય એક કારને ધડાકાભેર ટક્કર મારતાં એક વૃદ્ધ, તેમના દીકરા અને પુત્રવધુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા.

Advertisement

માહિતી અનુસાર આ સ્કોર્પિયો કારમાં ઉત્તરપ્રદેશના કાસગંજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહનો ભત્રીજો મુસાફરી કરી રહ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે લોકોને ભેગાં થતાં જોઈ તે પોતાના સાથીઓ સંગ કાર છોડી નાસી ગયો હતો.

આ અકસ્માત વિશે માહિતી આપતાં સ્થાનિકોએ કહ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરનો અવાજ સાંભળી જ લોકો ફફડી ગયા હતા. ઘણાને તો લાગ્યું કે ક્યાંક બોમ્બ કે ગેસનો બાટલો ફૂટ્યો હશે. મોટાભાગના લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા ત્યારે જોયું કે એક કાર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં લોકો ચીસાચીસ મચાવી રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement