For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા, સમગ્ર રાજ્યમાં એલર્ટ

11:42 AM Aug 28, 2025 IST | Bhumika
બિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા  સમગ્ર રાજ્યમાં એલર્ટ

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં આતંકવાદી ખતરો વધી ગયો છે. ગુપ્તચર માહિતી બાદ સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે. તેમની ઓળખ હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન તરીકે થઈ છે.

Advertisement

પોલીસ મુખ્યાલય (ઙઇંચ ) દ્વારા મળેલી મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી બાદ સમગ્ર રાજ્યમા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે પાકિસ્તાનથી ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે આ આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. તેમની ઓળખ રાવલપિંડીના રહેવાસી હસનૈન અલી, ઉમરકોટના રહેવાસી આદિલ હુસૈન અને બહાવલપુરના રહેવાસી મોહમ્મદ ઉસ્માન તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ આતંકવાદીઓ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ગયા અઠવાડિયે નેપાળ સરહદ પાર કરીને બિહારમાં પ્રવેશ્યા હતા.

પોલીસ મુખ્યાલયે આ ઇનપુટને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. ઙઇંચ ના ઉચ્ચ અધિકારીઓએ ત્રણ આતંકવાદીઓના પાસપોર્ટ અને અન્ય વિગતો સરહદી જિલ્લાઓના વહીવટ અને સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી છે. ખાસ કરીને નેપાળને અડીને આવેલા વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

Advertisement

ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આ આતંકવાદીઓ દેશના કોઈપણ ભાગમાં આતંકવાદી ઘટનાને અંજામ આપે તેવી શક્યતા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને આ ચેતવણીને વધુ સંવેદનશીલ માનવામાં આવી રહી છે કારણ કે આતંકવાદીઓ કોઈપણ મોટા રાજકીય અથવા ભીડભાડવાળા કાર્યક્રમને નિશાન બનાવી શકે છે.

PHQ એ તમામ જિલ્લાઓના પોલીસ કેપ્ટન અને ગુપ્તચર એજન્સીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા સતત માહિતી એકત્રિત કરવા અને કોઈપણ પ્રકારની સુરાગ મળતાં તાત્કાલિક કાર્યવાહી કરવા પણ કહેવામા આવ્યું છે બિહાર પોલીસ હાલમાં સંપૂર્ણ એલર્ટ મોડમાં છે અને સરહદી જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન પણ તીવ્ર બનાવવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ ખાતરી કરવામાં રોકાયેલી છે કે આતંકવાદીઓ રાજ્યમાં કોઈપણ પ્રકારની ઘટનાને અંજામ આપી શકે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement