બર્ગર કિંગ મર્ડર કેસમાં ત્રણ ગેંગસ્ટર ઠાર
બર્ગર કિંગ મર્ડર કેસ માં ત્રણેય ગેંગસ્ટર્સ આશિષ કાલુ, વિકી છોટા અને સની ગુર્જરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. ભાઉ ગેંગના આ ત્રણેય સભ્યો શુક્રવારે જઝઋના હાથે ઝડપાઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ફાયરિંગમાં માર્યા ગયા હતા. જિલ્લાના ખરખોડા ગામમાં છિનૌલી રોડ પર જઝઋ અને ભાઉ ગેંગના શૂટર્સ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ આ શૂટર્સ ખૂબ જ ખતરનાક હતા. ઘણા દિવસોથી હરિયાણા પોલીસ માટે આ માથાનો દુખાવો બની ગયા હતા.
દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગમાં 40 ગોળીઓ મારનાર બે ગુનેગારો આશિષ કાલુ અને વિકી રિધાના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ સિવાય અન્ય એક ગુનેગાર સની ગુર્જરનું પણ એન્કાઉન્ટર થયું છે. આ બદમાશોનું એન્કાઉન્ટર હરિયાણાના સોનીપતના ખારખોડા વિસ્તારમાં થયું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે સોનીપતમાં ત્રણેય ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ઓપરેશનમાં સોનીપત પોલીસની જઝઋ ટીમ પણ સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે ત્રણેયને ઘેરી લીધા ત્યારે બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ત્રણેયને ગોળી વાગી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ આશિષ કાલુ, વિકી છોટા અને સની ગુર્જરને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં વિજેન્દ્રએ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ સાથે મળીને વર્ષ 2018માં એક પ્રત્યક્ષદર્શીની હત્યા કરી હતી. એટલું જ નહીં થોડા સમય પહેલા સ્પેશિયલ સેલે ફરીદાબાદમાં વિજેન્દ્રને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આ ટોળકી હરિયાણાના વેપારીઓ પાસેથી લાખો રૂૂપિયાની ઉચાપત કરતી હતી. પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી પાંચ પિસ્તોલ કબજે કરી છે. હરિયાણા પોલીસે ત્રણ ગુનેગારોના ઠેકાણાની માહિતી માટે લાખો રૂૂપિયાના ઈનામની ઓફર કરી હતી. બર્ગર કિંગ આઉટલેટના શૂટિંગમાં એક મહિલા પણ સામેલ હતી. તેણે કથિત રીતે 26 વર્ષીય અમનને ગોળી મારતા પહેલા તેને હની ટ્રેપમાં ફસાયો હતો. આ મહિલાનું નામ અનુ છે જેને તેની ગેંગના સભ્યોમાં લેડી ડોન તરીકે પણ જાણીતી છે. તે ગેંગસ્ટર હિમાંશુ ભાઉની નજીકની સાથી છે. તે અમન જૂનને દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગ આઉટલેટમાં લલચાવવા માટે નાખવામાં આવેલી જાળનો ભાગ હતી.