For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીટનું પેપર સોલ્વ કરનાર પટના એઇમ્સના ત્રણ ડોકટરો સકંજામાં

11:14 AM Jul 18, 2024 IST | admin
નીટનું પેપર સોલ્વ કરનાર પટના એઇમ્સના ત્રણ ડોકટરો સકંજામાં

પેપર લીક કરનાર બે વ્યક્તિ પણ ઝડપાઇ, સુનાવણી પહેલાં ઈઇઈંનો સપાટો

Advertisement

નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પહેલા સીબીઆઇને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં આ કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે.

સીબીઆઈએ ત્રણેય ડોકટરોને પૂછપરછ માટે લીધા છે અને ત્રણેય ડોકટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ નીટ પેપર લીક થવાથી લઈને ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવા સુધીના સમગ્ર નેટવર્કને જોડી દીધું છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

Advertisement

પેપર લીક કેસમાં સીબીઆઈએ પટનામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પંકજ પર હજારીબાગમાં ટ્રંકમાંથી કાગળ ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુ સિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે. તેણે જ હજારીબાગમાં ટ્રંકમાંથી કાગળ ચોરીને આગળ વહેંચી દીધો હતો. તે જ સમયે, રાજુ સિંહે પેપરનું વધુ વિતરણ કરવામાં મદદ કરી હતી. પંકજ પેપર ચોરીનો માસ્ટર માઇન્ડ છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકન કુમાર ઉર્ફે આદિત્ય કુમારે ટ્રંકમાંથી પેપર ચોર્યા હતા અને આગળ તેની ગેંગના સભ્યોમાં વહેંચી દીધા હતા. એનટીએએ આ ટ્રકનો ઉપયોગ કરીને કાગળને જુદા જુદા સેન્ટરોમાં પહોંચાડ્યા હતા.

સીબીઆઈએ રાજુ નામના વ્યક્તિની બીજી ધરપકડ કરી. રાજુની ઝારખંડના હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજુએ પંકજ મારફતે પેપર મેળવ્યું અને રાજુએ પેપરનું વિતરણ પણ કર્યું. આ બંને ધરપકડ નીટ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંકજની ધરપકડ સાથે જ પેપર લીક થયું હોવાનું સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement