પાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે શિક્ષકોની લાયકાત (TET પરીક્ષા) અને લઘુમતી સંસ્થાઓના અધિકારો સંબંધિત કેસ મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મોકલ્યો છે, જેથી તેની સુનાવણી મોટી બેન્ચ (7 ન્યાયાધીશો) દ્વારા કરી શકાય. કોર્ટે કહ્યું - જે શિક્ષકોની નોકરીમાં 5 વર્ષથી ઓછી સેવા બાકી છે તેઓ TET પાસ કર્યા વિના ભણાવી શકે છે, પરંતુ તેમને આ સમય દરમિયાન પ્રમોશન મળશે નહીં. જેમની નોકરીમાં 5 વર્ષથી વધુ સેવા બાકી છે તેમણે 2 વર્ષની અંદર TET પાસ કરવી પડશે.
કોર્ટે કહ્યું કે ઘણા શિક્ષકો છેલ્લા 20 વર્ષથી TET પાસ કર્યા વિના ભણાવી રહ્યા છે અને તેમની સામે કોઈ ફરિયાદ નથી. કોર્ટે 2014ના પ્રમતિ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તે નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે છઝઊ કાયદો લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે નહીં. હવે સુપ્રીમ કોર્ટ કહે છે કે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જરૂૂરી છે. આ મામલો હવે CJI ને મોકલવામાં આવ્યો છે જેથી મોટી બેન્ચ (7 ન્યાયાધીશો) નક્કી કરી શકે કે RTEકાયદા અને લઘુમતી સંસ્થાઓના અધિકારો વચ્ચે કોઈ સંઘર્ષ છે કે નહીં. RTEની કેટલીક કલમો લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે કે નહીં.