જેના અન્ન ભેગા તેના મન ભેગા: સિદ્ધારમૈયા, ડી કે વચ્ચે નાસ્તા બેઠક
06:12 PM Nov 29, 2025 IST
|
Bhumika
Advertisement
કર્ણાટકમાં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ ચાલુ છે. દરમિયાન, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર નાસ્તો કરવા માટે સીએમ સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે હાઇકમાન્ડના હસ્તક્ષેપ પછી જ બંને નેતાઓ મળવા સંમત થયા હતા. આ બેઠક પહેલા, સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે જો હાઇકમાન્ડ તેમને દિલ્હી બોલાવે તો તેઓ જશે. બેઠક બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુલાકાતો સારી ગણાવી જણાવ્યું હતું કે તેમના શિવકુમાર સાથે કોઇ મતભેદો નથી. તેમણે 2028ની રણનીતી વિષે ચર્ચા કરી હોવાનું જણાવી કેટલાક લોકો ગેરસમજણ ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
Advertisement
Next Article
Advertisement