For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ભય, જેલમાં સુરક્ષા માગી

12:44 PM Sep 04, 2024 IST | admin
સલમાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ભય  જેલમાં સુરક્ષા માગી

ગૃહ મંત્રાલય, બિહાર સરકારને પત્ર લખ્યો

Advertisement

મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાને હવે જેલની અંદર દાઉદ ઈબ્રાહિમ ગેંગના માણસોથી તેમના જીવનું જોખમ છે. વિક્કીના ભાઈએ આ અંગે ગૃહ મંત્રાલય, ડીજીપી, બિહાર સરકાર અને જેલ અધિક્ષકને પત્ર લખીને ફરિયાદ કરી રક્ષણ માંગ્યું છે. ફાયરિંગના આરોપીઓએ દાવો કર્યો છે કે, અન્ય કેસમાં જેલમાં કેદ રહેલા દાઉદ ગેંગના માણસો તેમની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. ફાયરિંગના આરોપીઓનું કહેવું છે

જેલમાં બંધ દાઉદ ગેંગના માણસો સલમાન ખાનના ઘરે ફાયરિંગથી ખૂબ જ નારાજ છે. જેના કારણે તેમનો જીવ જોખમમાં છે. થોડા દિવસ પહેલા જ વિકીનો ભાઈ સાહેબ શાહ ગુપ્તા જેલમાં વિકી ગુપ્તાને મળવા ગયો હતો. જેલની અંદર મુલાકાત દરમિયાન વિક્કીએ તેની સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેના ભાઈને કહ્યું હતું કે, તેને જેલની અંદર મારી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે અને તેનો જીવ જોખમમાં છે. આરોપી વિકીના ભાઈ, સાહેબ શાહ ગુપ્તાએ સમગ્ર મામલાની ફરિયાદ ડીજીપી મહારાષ્ટ્ર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય, જેલ અધિક્ષક અને બિહાર સરકારને પત્ર લખ્યો છે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સંકળાયેલા માણસો પણ આ જ જેલમાં બંધ છે. તે સાગર પાલ અને વિકી ગુપ્તાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement