For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેક બાઉન્સ કરનારની હવે ખેર નથી, બે વર્ષની સજા અને દંડની જોગવાઇ

05:37 PM Oct 28, 2025 IST | admin
ચેક બાઉન્સ કરનારની હવે ખેર નથી  બે વર્ષની સજા અને દંડની જોગવાઇ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ) દ્વારા કરોડો ખાતાધારકોની સુરક્ષા અને સુવિધા માટે દર થોડાક સમયે અલગ અલગ પોલિસી રજૂ કરવામાં આવે છે. આરબીઆઈ દ્વારા ચેક બાઉન્સિંગ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા નવી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.

Advertisement

આરબીઆઈ દ્વારા ચેક બાઉન્સને લઈને નિયમ ખૂબ જ કડક બનાવ્યા છે. નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની ધારા 138 હેઠળ ચેક બાઉન્સ થતાં સજા તેમ જ દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિનો ચેક બાઉન્સ થાય તો એ વ્યક્તિને બે વર્ષની સજા થઈ શકે છે. એટલું જ નહીં કોર્ટ દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

ચેક બાઉન્સ થાય એના 30 દિવસમાં જ તમને નોટિસ મોકલવામાં આવે છે એટલે નોટિસ મળ્યાના 12 દિવસની અંદર પેમેન્ટ કરી દેવું જોઈએ, નહીં તો તમારી સામે કેસ ફાઈલ થઈ શકે છે. કેસ ફાઈલ થયાના 30 દિવસની અંદર તમારે કોર્ટમાં સુનાવણી માટે પહોંચવું પડે છે. ટૂંકમાં જો આ બધી લપમાં ના પડવું હોય તો ચેક આપતાં પહેલાં બેંક એકાઉન્ટ પર અને સહી કરતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement