ઉંચા ભાવે સોનુ વેચવા વાળા સાવધાન; 12% લોંગ ટર્મ કેપિટલ ગેઈન લાગે છે
ઘરે પડેલા જુના સોનાના વેચાણ પર ટેક્સની અમુક લોકોમાં અસમંજસ, 1,25,000 ભાવની વર્ષ 2001ના ભાવ સાથે સરખામણી થઈ નફા ઉપર ટેક્સ ભરવો પડે
સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી ગયા હોવાથી, ગ્રાહકોમાં જૂના દાગીના વેચીને (રિસાયક્લિંગ કરીને) નવા દાગીના ખરીદવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે; જ્વેલર્સ એસોસિયેશન અમદાવાદના અંદાજ મુજબ, 50% થી વધુ ખરીદદારો આ માર્ગ અપનાવી રહ્યા છે. જોકે, નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા અપનાવનારાઓએ તેના કરવેરાની અસરોને ધ્યાનમાં રાખવી જરૂૂરી છે.
આ અસરો પૈકી સૌથી મહત્વપૂર્ણ એ છે કે, આવકવેરા અધિનિયમ મુજબ, જૂના સોનાના દાગીનાનું વેચાણ કરવા પર 12.5% લાંબા ગાળાનો મૂડી લાભ કર (LTCG ) અને સરચાર્જ લાગે છે, જો દાગીના ઓછામાં ઓછા બે વર્ષ જૂના હોય. આ LTCG કર સોનાની ખરીદી કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના મૂડી લાભ પર ગણવામાં આવે છે, અને સરચાર્જ વ્યક્તિની આવકના આધારે નક્કી થાય છે.
જો સોનું દાયકાઓ પહેલા ખરીદવામાં આવ્યું હોય અથવા ભેટમાં મળ્યું હોય, તો તેની આધાર કિંમતની ગણતરી 1 એપ્રિલ, 2001 ની કિંમતના આધારે કરવામાં આવે છે. એક રાહત એ છે કે જો કોઈ વ્યક્તિ સોનું વેચીને ઘર ખરીદે, તો LTCG કર લાગતો નથી.
નિષ્ણાતોએ એ પણ જણાવ્યું છે કે આવકવેરા વિભાગ સામાન્ય રીતે ચોક્કસ માત્રામાં સોનું રાખવા માટે સ્પષ્ટતા માંગતું નથી, જેમાં પરિણીત મહિલાઓ માટે 500 ગ્રામ, અપરિણીત મહિલાઓ માટે 250 ગ્રામ અને પુરુષો માટે 100 ગ્રામની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ વેચાણ કરાયું હોય અને તે 2015 સુધીના સંપત્તિ કર (ૂયફહવિં ફિંડ્ઢ) ગણતરીમાં દર્શાવેલ હોય તો કોઈ સમસ્યા થતી નથી. વધુમાં, ચાંદીના વાસણોના વેચાણ પર કોઈ મૂડી લાભ કર લાગતો નથી, કારણ કે તેને મૂડીની સંપત્તિ (ભફાશફિંહ ફતતયતિં) નહીં પણ વ્યક્તિગત અસરો (ાયતિજ્ઞક્ષફહ યરરયભતિં) ગણવામાં આવે છે.