આ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી
આ સિસ્ટમની મજાક છે! સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસિડ હુમલાના કેસોમાં ખૂબ જ કડક વલણ અપનાવતા આ ટિપ્પણી કરી. કોર્ટ ત્યારે ચોંકી ગઈ જ્યારે એક એસિડ હુમલાનો ભોગ બનેલી મહિલાએ રૂૂબરૂૂ હાજર થઈ અને સમજાવ્યું કે દેશભરમાં ઘણા કિસ્સાઓમાં પીડિતોને એસિડ પીવા માટે મજબૂર કરવામાં આવે છે, પરંતુ વર્તમાન કાયદો આવા પીડિતો માટે કોઈ વળતર આપતો નથી. આ ખુલાસાએ ન્યાયતંત્રને આઘાત આપ્યો અને કેન્દ્ર સરકારને નવો કાયદો ઘડવા પર વિચાર કરવા પ્રેરિત કરી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)માં, પીડિતાએ દલીલ કરી હતી કે એસિડ હુમલાના કેસોને પણ એસિડ હુમલા કાયદા હેઠળ સમાવવા જોઈએ. વર્તમાન કાયદો ફક્ત એવા કેસોને આવરી લે છે જ્યાં એસિડ ફેંકવામાં આવે છે. પીડિતાએ જણાવ્યું હતું કે 2009 માં તેના પર હુમલો થયો હતો, પરંતુ ટ્રાયલ હજુ સુધી પૂર્ણ થઈ નથી. આ સાંભળીને, મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે કડક ટિપ્પણી કરતા કહ્યું કે આ સિસ્ટમની મજાક છે! જો રાષ્ટ્રીય રાજધાનીમાં જ આવા કેસોનો ઉકેલ ન આવી શકે, તો સમગ્ર દેશમાં પરિસ્થિતિ શું હશે?