ઓનલાઈન બિઝનેસ દ્વારા અઢળક કમાણી કરે છે આ બિઝનેસ વુમન
એક જગ્યાએ બેસીને દેશ અને દુનિયાના લોકોને ખરીદી માટે ક્ધવીન્સ કરવાનું અઘરું કામ હેતલ મહેતા ચપટી વગાડતાં કરે છે
એકલા હાથે શરૂ કરેલ બિઝનેસ વિશાળ ફલક પર પહોંચવાથી હેતલ મહેતાના પરિવારજનો પણ આ બિઝનેસમાં જોડાઈ ગયા
દરરોજ બપોરે 4:00 વાગે એ યુવતી સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈ નવા ટ્રેન્ડ અને ફેશનના ક્લોથ્સ દર્શાવે છે.જુદા-જુદા રંગો,ડીઝાઈન અને સાઈઝ તેમજ તેના ફીટિંગ બાબત માહિતી આપવા સાથે એક પછી એક ,લોકોના જવાબ આપતા એક પછી એક ડ્રેસ બતાવે છે. દેશ અને દુનિયામાંથી જે કોઈને એ પસંદ આવે તે મુજબ તેઓ ઓન લાઈન પેમેન્ટ કરી ઘરે બેઠાં તેની ખરીદી કરે છે. આ રીતે ઓનલાઇન બિઝનેસ અત્યારના સમયમાં નવો નથી પરંતુ રાજકોટની આ યુવતી હેતલ મહેતાએ આ બિઝનેસમાં સારું એવું કાઠું કાઢ્યું છે.તેણીના બિઝનેસની એટલી જમાવટ થઈ ગઈ છે કે પરિવારના અન્ય સભ્યો પણ આ બિઝનેસ સાથે જોડાઈ ગયા છે. રાજકોટમાં પોતાના નાનકડા ઘરમાં બેસી દેશ-વિદેશના લોકો સાથે બિઝનેસ કરનાર હેતલ મહેતાની સફળતાની યાત્રા જાણવા જેવી છે.
તેણીનો જન્મ જામનગરમાં થયો. ત્યારબાદ પિતાજીના બિઝનેસના કારણે રાજકોટ આવવાનું થયું.રાજકોટમાં લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કર્યો.બાલભવનમાં વિવિધ પ્રવૃત્તિઓ શીખ્યા. ગરબા, સંગીત, નૃત્ય,અભિનય તો જાણે ઈશ્વરની દેન હતી. શાળાકીય અભ્યાસ બાદ અનેક વિધ પ્રવૃત્તિઓ સાથે ગુજરાતી ફિલ્મ અને આલબમમાં કામ કરવાનું શરૂૂ કર્યું. જુદા-જુદા ભક્તિ સભર આલ્બમમાં કામ.કર્યું.આ બધા વચ્ચે મુંબઈમાં પણ કામનો અનુભવ લીધો.પિતાજીને આપેલ કમિટમેન્ટ મુજબ પાંચ વર્ષ બાદ રાજકોટ પરત આવ્યા.પરિવારની પસંદગી મુજબ પ્રશાંત ગાંગડિયા સાથે લગ્ન કર્યા. પતિને આર્થિક રીતે મદદરૂૂપ થવાનું નક્કી કર્યું. રેડીમેઇડ કલોથ્સનો બિઝનેસ તો હતો જ પરંતુ કોરોનાના સમયમાં અખતરા રૂૂપે ઓનલાઇન બિઝનેસ શરૂૂ કર્યો. બધાના આશ્ચર્ય વચ્ચે આ અખતરો સફળ થયો એટલું જ નહીં પરંતુ અકલ્પનીય રિસ્પોન્સ મળ્યો. પ્રથમ પ્રયત્નમાં જ 50 જેટલા ઓર્ડર મળ્યા. આ સફળતા મળતા કોરોનાના સમય બાદ પણ બિઝનેસ ચાલુ રાખવાનું નક્કી કર્યું. પોતાના બિઝનેસ બાબત હેતલબેન જણાવે છે કે, ‘એક જગ્યાએ બેસીને દેશ અને દુનિયાના લોકોને ખરીદી માટે ક્ધવીન્સ કરવા સહેલું નથી, અનેક વખત પેમેન્ટના ફેક સ્ક્રીનશોટ દ્વારા ફ્રોડ થયા છે તેમજ ચીટિંગ પણ થઈ છે આમ છતાં જે કસ્ટમર વિશ્વાસ રાખીને ખરીદી કરે છે તેના માટે હું મારું 100% આપી રહી છું.
મારી પાસે મેન્સ વેર, ચિલ્ડ્રન વેર અને વિમેન્સના બધા જ કલોથ્સ મળે છે. કેઝ્યુઅલથી લઈને પાર્ટી વેર પણ મળે છે.100 રૂૂપિયાથી શરૂૂ કરીને 1500 સુધીમાં સારામાં સારી બ્રાન્ડના કપડાં છે. તેમની પાસે દરેક પ્રકારની સાઈઝ પણ મળી રહે છે જેથી કસ્ટમરને ખરીદી કરવા માટે વિશાળ રેન્જ મળી રહે છે. કપડાંની ખરીદી કરવાથી લઈને લાઈવ સેશન તેમજ વેચાણ સુધીની જવાબદારી મારી છે, ત્યારબાદ કુરિયરમાં પાર્સલ કરવું, ડિસ્પેચ કરવું વગેરે જવાબદારી પરિવારજન સંભાળે છે. એકલા હાથે શરૂૂ કરેલ બિઝનેસ વિશાળ ફલક પર પહોંચવાથી તેમના પિતા,પતિ,બંને ભાઈઓ પણ આ બિઝનેસમાં જોડાઈ ગયા છે’. તેમના બિઝનેસનું એક મહિનાનું ટર્નઓવર એક થી દોઢ કરોડ જેટલું છે. દરરોજ દોઢથી બે કલાક લાઈવ કરીને તેઓ રોજના 200 જેટલા પીસ વેચે છે. તેઓને આ કામમાં ખૂબ આનંદ થાય છે.પોતાની સફળતા માટે પોતાના પિયર પક્ષ તેમજ સાસરી પક્ષના દરેક સભ્યોનો તેઓ આભાર માને છે.તેમને બે દીકરીઓ છે.બંને દીકરીઓ તેમજ પરિવારની જવાબદારી સાથે કેરિયરને પણ સરસ રીતે સંભાળે છે.
દીકરીઓને પગભર બનાવો
પિતાજીને બિઝનેસમાં ખોટ ગઈ અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ એ સૌથી સંઘર્ષના દિવસો હતા.તેના પરથી મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે તમારી દીકરીને ભણાવો અને પગભર કરો. માતા-પિતા હંમેશા દીકરી માટે સારું ઘર અને સારું પાત્ર જોતા હોય છે આમ છતાં ક્યારે શું સંજોગ આવે તે ખબર નથી, તેથી દીકરી જો પગભર હશે તો કોઈ પણ સંજોગ સામે લડી શકશે.મહિલાઓમાં એવી તાકાત હોય છે કે તે પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે છે
આ છે તેમની સફળતાનો મંત્ર
અત્યારે ઓનલાઇન બિઝનેસના ટ્રેન્ડ વચ્ચે હેતલબેને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ બાબત તેઓ જણાવે છે કે, ‘કસ્ટમર ભલે દુનિયાના કોઈપણ ખૂણેથી લાઇવ સેશન જોતા હોય પરંતુ મારો ધ્યેય એટલો જ હોય છે કે જે પ્રકારના કલોથ્સ હોય તેના વિશે હું દરેક પ્રકારની સાચી જાણકારી આપું. કપડાંના કલર,સાઈઝ ,ડિઝાઇન તેમજ તે પહેરવાથી કેવા પ્રકારની ફીલિંગ આવે છે તે હું ખુદ પહેરીને જણાવું છું. આ ઉપરાંત લાઇવ સેશન દરમિયાન દરેક લોકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ આપુ છું. જ્યારે કસ્ટમર આપણી સામે રૂૂબરૂૂ નથી અને એક કરતાં વધુ છે ત્યારે દરેકને પર્સનલી માહિતી આપતા હોય તેવું લાગવું પણ જરૂૂરી છે. એક સાથે બલ્કમાં લેવાથી કપડાંના ભાવમાં ઘણો ફેર પડે છે આમ છતાં લાલચમાં ન આવીને એક મર્યાદામાં રહીને જ હું માર્જિન રાખું છું. તેમજ ઘણી વખત બાકી રહી ગયેલા કપડાં માટે સેલ પણ રાખું છું.મને જે ખરાબ અનુભવ થયા છે તેના કારણે હું હંમેશા એવું વિચારું છું કે મારી સાથે જોડાયેલ દરેક કસ્ટમર્સને ફાયદો થાય અને ખરીદીનો સંતોષ મળે’