કામચોર અને ભ્રષ્ટ સરકારી બાબુઓ થશે ઘરભેગા
કેન્દ્ર સરકાર પણ ગુજરાત પેટર્ન મુજબ લાવશે કાયદો
કેન્દ્ર સરકારે ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ- કર્મચારીઓને વહેલા નિવૃત કરી ઘરભેગા કરવા માટે કાયદો લાવવા તૈયારી શરૂ કરી છે. ગુજરાત સરકારે તાજેતરમાં આ કાયદો બનાવી અનેક સરકારી બાબુઓને ઘરભેગા કરી દીધા હતા. હવે મોદી સરકાર પણ ગુજરાત પેટર્ન ઉપર કેન્દ્રમાં આવો કાયદો લાવવા તૈયારી કરી રહી છે.
યોગ્ય પ્રદર્શન ન કરનાર અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા કર્મચારીઓ સામે મોટા એક્શનની તૈયારી થઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય સચિવોના નિયમોના આધારે કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાનું કહી રહ્યાં છે. જોકે, આ વિષય પર સત્તાવાર રીતે કંઈપણ કહેવામાં નથી આવ્યું. નોંધનીય છે કે, સરકાર કોઈપણ કર્મચારીને નિયમો હેઠળ નિવૃત્ત કરી શકે છે.
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા કરી છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, વાતચીત દરમિયાન તેઓએ ઈજજ (પેન્શન) નિયમના 56(ષ)નો ઉલ્લેખ કર્યો છે. આ હેઠળ જો લાગે છે કે, કોઈ સરકારી કર્મચારી સેવામાં રહેવા માટે યોગ્ય નથી, તો તેને નિવૃત્ત કરી શકાય છે. જોકે, જો સરકાર કોઈને અનિવાર્ય રૂૂપે નિવૃત્ત કરે છે. તો એવા કર્મચારીને ત્રણ મહિનાની નોટિસ અથવા ત્રણ મહિનાનો પગાર ભથ્થું આપવું પડશે.
મળતી માહિતી મુજબ, 55 વર્ષની ઉંમર સુધી પહોંચેલા કર્મચારી આ નિયમથી પ્રભાવિત થઈ શકે છે. નિયમ 48 જણાવે છે કે, જ્યારે સરકારી કર્મચારી 30 વર્ષની યોગ્યતા સેવા પૂરી કરી લે છે. તો બની શકે કે, કોઈપણ સમયે તેમને જનહિતમાં નિવૃત્ત કરવાની જરૂૂર પડે. જોકે, આવા અધિકારીઓ પાસે જવાબ આપવા અને આદેશની સામે કોર્ટ જવાનો રસ્તો ખુલ્લો રહેશે. ફરિયાદોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીના ટોચના અધિકારી અને મંત્રીઓને જનતાની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સચિવોને અઠવાડિયાનો એક દિવસ આ કામ માટે આપવા અને રાજ્ય મંત્રીઓને તેની દેખરેખ રાખવા કહેવાયું છે.