વોટર વેરિફિકેશન મુદ્દે બિહારની જેમ ડખા નહીં થાય
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારે કમઠાણ ઊભું કરનારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો બીજો તબક્કો મંગળવાર ને 28 ઓક્ટોબર, 2025થી શરૂૂ કરવાનું કેન્દ્રીય ચૂંટણી પંચે એલાન કર્યું છે. પંચની જાહેરાત પ્રમાણે, બિહારમાં સફળતાપૂરવ્ઝ પહેલા તબક્કાનું વોટર વેરિફિકેશન હાથ ધર્યા પછી હવે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર હાથ ધરાશે. આ રાજ્યોમાં એક ગુજરાત પણ છે.
ગુજરાતની સાથે સાથે ગોઆ, કેરળ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ નોટપ વેરીફિકેશન કરીને મતદાર યાદીમાં સુધારણા કરવાનું અભિયાન હાથ ધરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો આખો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે લગભગ 100 દિવસ લગી આ ક્વાયત ચાલશે અને 7ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે. 9 ડિસેમ્બર, 2025થી શરૂૂ કરીને 31 જાન્યુઆરી, 2026 સુધી નોટિસો ને વાંધાઓના નિકાલ માટે ફાળવાયા છે એ જોતાં સૌ દિવસમાંથી 50 દિવસથી વધારે તો વાંધાઓને લગતી નોટિસો અને નિકાલમાં જવાના છે એટલે બીજા બધો કાર્યક્રમ તો 50 દિવસથી ઓછા સમયમાં પતી જશે. બીજા તબક્કામાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પસંદ કરાયાં છે તેમાંથી પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યો ભાજપ વિરોધી પક્ષોના વર્ચસ્વવાળાં છે અને આ ત્રણેય રાજ્યોમાં મુસ્લિમોની વસતી પણ વધારે છે. બિહારનો અનુભવ છે કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરમાં સૌથી વધારે લોચા-લાપસી મુસ્લિમ મતદારોના કેસોમાં થયેલા છે. વિપક્ષોએ પણ બિહારમાં એ જ મુદ્દો ચગાવેલો કે, ચૂંટણી પંચ વોટર વેરિફિકેશનના બહાને ભાજપ વિરોધી મતદારો અને મોટા ભાગે મુસ્લિમ મતદારોને મતદાનથી દૂર રાખવા માગે છે.
કેરળમાં ડાબેરીઓ, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી મુસ્લિમ મતબેંકનાં ચેમ્પિયન છે તેથી એ પણ આવા વાંધા ઊભાં કરશે જ એ જોતાં આ ત્રણ રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનું કામ નિર્વિઘ્ને પાર પડે એ વાતમાં માલ નથી. મહારાષ્ટ્રમાં આ જ ખેલ કરીને ચૂંટણી પંચે ભાજપને સત્તા અપાવી હતી અને બિહારમાં પણ એ જ પડયંત્ર રચાયું હોવાના આક્ષેપો થયેલા એવા આક્ષેપો આ ત્રણ રાજ્યોમાં પણ થશે જ. બીજી તરફ ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ છે ને મુસ્લિમ મતદારો નિર્ણાયક નથી એવા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતનાં રાજ્યોમાં બહુ ડખા નહીં હોય એ જોતાં ડિસેમ્બરના અંત પહેલાં તો મતદાર યાદીને અંતિમ સ્વરૂૂપ આપી દેવાશે. બે કેન્દ્રશાસિત પ્રદેશો અને બે ટચૂકડાં રાજ્યો ગોઆ અને પુડુચેરીમાં પણ કોઈ ડખા નહીં થાય.
