લોન માટે પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે
જો તમે નવું ઘર કે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો કેન્દ્રીય બેંકોએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપતાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યાં. જો કે રેપોરેટમાં વધારો ન થવાને લીધે તમારી EMI ભલે સસ્તી ન થાય પણ લોન લેવાની સુવિધામાં રિઝર્વ બેંકનાં નવા આદેશ અનુસાર હવે નવું ઘર કે વાહન લેવા માટે ડોક્યૂમેંટેશન, પ્રોસેસિંગ ફીઝ અને અન્ય ચાર્જ અલગથી નહીં આપવા પડે. RBIગર્વનર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે હમણાં ગ્રાહક જ્યારે લોન લેવા જાય છે ત્યારે તેમને વ્યાજની સાથે-સાથે લોન લેવાની શરૂૂઆતમાં ડોક્યુમેંટેશન, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જિસ ભરવા પડે છે.
આવી રીતે તેમના લોન લેવાનો ખર્ચ વધી જાય છે. તેથી હવે બેંકોને કહેવામાં આવ્યું છે કે તેઓ લોન પર લાગનારા અન્ય ચાર્જિસને તેના વ્યાજદરોમાં જ જોડી દેવામાં આવે જેથી ગ્રાહકોને ખબર પડે કે તેમને પોતાની લોન પર કેટલું વાસ્તવિક વ્યાજ આપવાનું છે.
છઇઈં અનુસાર લોનની સાથે મળનારા ઊંયુ ઋફભિં જફિંયિંળયક્ષતિંમાં ગ્રાહકોને તમામ જાણકારી આપવામાં આવે છે જેમાં પ્રોસેસિંગ ફીઝથી લઈને ડોક્યૂમેંટેશન ચાર્જ સુધીની તમામ માહિતી આપેલી હોય છે. હવે છઇઈં દરેક પ્રકારની ખજખઊ અને રિટેલ લોન માટે આ પગલું લેવું ફરજિયાત કરી દીધું છે. અહીં કાર, ઓટો, હોમલોન અને પર્સનલ લોનને રિટેલ લોન અંતર્ગત સામેલ કરવામાં આવ્યું છે જ્યારે નાના કે મધ્યમ કારખાનાઓ માટે કરવામાં આવતી લોનને ખજખઊ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.
લોન પ્રોસેસિંગ ફી શું છે?
જ્યારે કોઈ ગ્રાહક બેંક કે હાઉસિંગ ફાઈનેંસમાં લોન લેવા માટે અપ્લાય કરે છે તો તેને લોન પ્રોસેસિંગનાં બદલે એક નિયત એમાઉન્ટ આપવાનું હોય છે. આ એમાઉંટ ગ્રાહકોને આપવામાં આવતી લોન એમાઉન્ટથી કાપી લેવામાં આવે છે અથવા તો તેની અલગથી ચૂકવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રોસેસિંગ ફીઝ કુલ લોન એમાઉન્ટ પર 0.5% થી 3% સુધી લેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમારે 10 લાખ રૂૂપિયાની લોન લે છે તો 1%નાં દરથી પ્રોસેસિંગ ફીઝ 10000 રૂૂપિયા નક્કી થાય છે. તેના પર 18% ૠજઝ પણ આપવાનું હોય છે. તેથી કુલ લોન પ્રોસેસિંગ ફીઝ 11800 રૂૂપિયા બને છે. છઇઈંનાં નવા નિયમ અનુસાર હવેથી લોન લેતાં સમયે પ્રોસેસિંગ ફીઝ નહીં ભરવી પડે. આ એમાઉન્ટ લોન પર આપવામાં આવેલ વ્યાજમાં જોડાઈ જશે. હવે ડોક્યૂમેંટેશન ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ તેમજ અન્ય કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે.