રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલાએ રૂા.6 લાખ ભરણપોષણ માગ્યું, કોર્ટે કહ્યું જાતે કમાવ અને વાપરો

11:15 AM Aug 23, 2024 IST | admin
Advertisement

બેંગલુરુ કોર્ટમાં આવ્યો પતિ-પત્નીના વિવાદનો વિચિત્ર કેસ

Advertisement

બેંગલુરુ કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ અંગે ચાલી રહેલા કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલા વકીલને ચૂપ કરી દીધા હતા. કોર્ટ કેસની દલીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલાના વકીલે ભરણપોષણના નામે પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂૂપિયાની માંગણી કરી હતી. વકીલે મહિલાના ખર્ચની પણ ગણતરી કરી. તેના પર ન્યાયાધીશે કહ્યું કે જો મહિલા આ પ્રમાણે ખર્ચ કરે છે તો તેને પોતે જાતે કમાવા દો.
વાયરલ વીડિયોમાં સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂૂપિયાની ભરણપોષણની જરૂૂર છે. કહેવામાં આવ્યું હતું.

કે ખાવા માટે દર મહિને 60 હજાર રૂૂપિયા, જૂતા, કપડાં, બંગડીઓ અને અન્ય વસ્તુઓ માટે દર મહિને 15 હજાર રૂૂપિયાની જરૂૂર છે. આ સાથે મહિલાના વકીલે જણાવ્યું કે ડોકટરનું બિલ, ફિઝિયોથેરાપી અને ઘૂંટણની સમસ્યાને લગતા અન્ય મેડિકલ ખર્ચ માટે દર મહિને લગભગ 4 થી 5 લાખ રૂૂપિયાની જરૂૂર છે.

કોર્ટમાં કેસની સંપૂર્ણ સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે જો તે ઈચ્છે તો તે પોતે પૈસા કમાઈ શકે છે. કૃપા કરીને કોર્ટને એ જણાવશો નહીં કે વ્યક્તિને કેટલા રૂૂપિયાની મહિને જરૂૂર પડે છે. તમે દર મહિને 6,16,300 રૂૂપિયાનો દાવો કર્યો છે. શું કોઈ દર મહિને આટલો ખર્ચ કરે છે? કોર્ટે કહ્યું કે જો એકલી મહિલાનો ખર્ચો આટલો છે તો તેને પોતે કમાવા દો, તે પતિ પર કેમ નિર્ભર છે. સંભાળ રાખવા માટે કોઈ બાળકો નથી કે અન્ય કોઈ કુટુંબની જવાબદારીઓ નથી. તમે તમારા માટે આ માંગ કરી રહ્યા છો જે યોગ્ય નથી.

ન્યાયાધીશે તેને બેંગલુરુ ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સ્વીકાર્ય રકમ આપવા માટે ઓર્ડર કર્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો અરજી ફગાવી દેવામાં આવશે તેવું પણ વકીલને કહી દેવાયું હતું.

Tags :
bengluruCourtindiaindia news
Advertisement
Next Article
Advertisement