'આખી દુનિયાએ ભારતની લશ્કરી તાકાત જોઈ..', મોન્સુન સત્રના પહેલા પીએમ મોદીનું નિવેદન
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્ર શરૂ થાય તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મીડિયાને સંબોધિત કરી રહ્યા છે.તેમણે કહ્યું- કે ચોમાસુ નવીનતા અને પુનર્જીવનનું પ્રતીક છે. આ કૃષિ માટે ફાયદાકારક ઋતુ છે. ચોમાસુ સત્ર દેશ માટે ખૂબ જ ગર્વનું સત્ર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સમગ્ર વિશ્વએ ભારતની લશ્કરી શક્તિનું સ્વરૂપ જોયું છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓને 22 મિનિટમાં મારી નાખવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ચોમાસુ સત્ર રાષ્ટ્ર માટે ગર્વનું સત્ર છે. અવકાશમાં ત્રિરંગો લહેરાવવો ગર્વની વાત છે. આ સત્ર નવીનતા અને પુનર્જીવનનું પ્રતીક છે.
PMએ આગળ કહ્યું- એસ્ટ્રોનોટ શુભાંશુને અભિનંદન, તેમણે ISSમાં પહેલીવાર તિરંગો ફરકાવ્યો. ISS પર ભારતીય તિરંગો ફરકાવવો એ દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ છે
લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને અન્ય ઘણા સાંસદો સંસદ ભવનમાં પહોંચી ગયા છે. આ સત્રમાં ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ, ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર મતદાર યાદી જેવા મુદ્દાઓ પર સત્રમાં હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષ આ બધા મુદ્દાઓ પર પીએમ પાસેથી જવાબ માંગે છે.