For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીમડાના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે

12:31 PM Mar 23, 2024 IST | Bhumika
લીમડાના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે

લીમડાના પાન હોય કે દાંડી, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.લીમડાના પાનમાં એવા ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. લીમડો સ્વાદમાં કડવો છે. પરંતુ જો દરરોજ ખાલી પેટ લીમડાનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Advertisement

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના ત્રણ - ચાર પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે.

ચલો જાણિયે કડવા લીમડાના સ્વાસ્થ્ય વર્ધક ફાયદા.

Advertisement

- વજન ઉતારવામાં મદદરૂૂપ થાય છે

લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે.ચાર - પાંચ લીમડાના પાન ને પાણીમાં ઉકાળી એમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ. વજન ઉતારવાનું શરુ થઈ જશે.

- બ્લડ શુગર કંટ્રોલ કરે છે
લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.

- કેન્સર સામે રક્ષણ આપે છે
લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે ખાલી પેટે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

- ચહેરાના ડાઘ દૂર કરે છે
લીમડાના પાનને પાણીમાં ઉકાળી પાણી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.

- દાંતની પીડા દૂર કરે છે
લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

- મલેરિયામાં રાહત મળે છે
એક કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.

- બોડી ડિટોક્સ કરે છે
સવારે ખાલી પેટ એક કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે. શરીર નિરોગી રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.

- ત્વચામાં ચમક લાવવા માં મદદરૂૂપ થાય છે
લીમડાના પાન ત્વચામાં કુદરતી ચમક વધારવામાં તમને ઘણી મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં લીમડાના પાનને ખાલી પેટ ધોઈને ચાવો. આમ કરવાથી ન માત્ર ત્વચાની સમસ્યામાંથી રાહત મળી શકે છે પરંતુ તે ત્વચામાં કુદરતી ચમક પણ લાવી શકે છે.

- રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે
આજના સમયમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂૂરી છે. આવી સ્થિતિમાં લીમડાના પાન ખાલી પેટ ખાઓ. રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

- ઈન્ફેકશન માં રાહત આપે છે
તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ વગેરે ગુણો જોવા મળે છે, જેના કારણે શરીરને ઘણા ઈન્ફેક્શનથી દૂર રાખી શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement